Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar : SOG અને મેઘપર પોલીસે હાથ ધર્યું 'No Drugs In Jamnagar' અભિયાન, 4 કિલો ગાંજો ઝડપાયો

Jamnagar : જામનગર જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા 'No Drugs In Jamnagar' અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 27 Sep 2026 09:43 PM IST
Jamnagar : SOG અને મેઘપર પોલીસે હાથ ધર્યું 'No Drugs In Jamnagar' અભિયાન, 4 કિલો ગાંજો ઝડપાયોJamnagar : SOG અને મેઘપર પોલીસે હાથ ધર્યું 'No Drugs In Jamnagar' અભિયાન, 4 કિલો ગાંજો ઝડપાયો

Jamnagar

Jamnagar : જામનગર જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા 'No Drugs In Jamnagar' અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે SOG જામનગર અને મેઘપર (પડાણા) પોલીસે સંયુક્ત કામગીરી કરીને મેઘપર ગામમાંથી 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે મેઘપર ગામમાં આવેલા એક ભાડાના મકાનની ઓરડીમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે SOG અને મેઘપર પોલીસની ટીમે સંયુક્ત રીતે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ગાંજાની કિંમત અંદાજે રૂપિયા 2 લાખ

દરોડા દરમિયાન ભાડાના મકાનની ઓરડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કુલ 4 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાની કિંમત અંદાજે રૂ. 2 લાખ હોવાનું જણાવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બિહારના મૂળ વતની સુનિલકુમાર રામબાબુ રાય નામના ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે ગાંજો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 2,11,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જામનગર જિલ્લામાં ડ્રગ્સના દૂષણને અટકાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 'No Drugs In Jamnagar' અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપાતા ગેરકાયદે નશીલા પદાર્થોના નેટવર્ક સામે પોલીસની તપાસ વધુ તેજ બને તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Bhuj : માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં લાગી આગ, ફાયરની ટીમે તાત્કાલિક પહોંચીને મેળવ્યો કાબૂ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.