Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar : ફ્રી TikTok ડાઉનલોડની લાલચ પડી ભારે, યુવાનના ખાતામાંથી ₹50 હજાર સાફ

Jamnagar જિલ્લાના સિક્કામાં ફ્રી TikTok એપ ડાઉનલોડ કરવાની લાલચ એક યુવાનને ભારે પડી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Sep 2026 11:46 AM IST
Jamnagar : ફ્રી TikTok ડાઉનલોડની લાલચ પડી ભારે, યુવાનના ખાતામાંથી ₹50 હજાર સાફJamnagar : ફ્રી TikTok ડાઉનલોડની લાલચ પડી ભારે, યુવાનના ખાતામાંથી ₹50 હજાર સાફ

Jamnagar Police

Jamnagar : Facebook પર મૂકવામાં આવેલી ‘Free TikTok Download’ની ફેક પોસ્ટ પર વિશ્વાસ કરીને એપ ડાઉનલોડ કરવાનું યુવાનને મોંઘું પડ્યું હતું. આ સમગ્ર ઘટનામાં યુવાનના બેંક ખાતામાંથી રૂ.50,000 ઉપડી ગયા હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે.

સિક્કામાં રહેતા અને ડ્રાઇવર તરીકે કામ કરતા એક યુવાનની નજર Facebook પર મૂકવામાં આવેલી ‘ફ્રી TikTok ડાઉનલોડ’ અંગેની પોસ્ટ પર પડી હતી. પોસ્ટમાં મફતમાં TikTok એપ ડાઉનલોડ કરવાની લાલચ આપવામાં આવી હતી. યુવાને પોસ્ટ પર ક્લિક કરીને આપવામાં આવેલી પ્રક્રિયા મુજબ એપ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગર સિક્કા પોલીસે નોંધી ફરિયાદ

એપ ડાઉનલોડ કર્યા બાદ થોડા સમયની અંદર જ યુવાનના HDFC બેંક ખાતામાંથી રૂ.50,000 ઉપડી ગયા હતા. બેંક ખાતામાંથી રકમ ઉપડી જતાં યુવાનને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ તેણે બેંક સંબંધિત વિગતો તપાસતાં પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, યુવાનના ખાતામાંથી ઉપાડવામાં આવેલી રકમ Federal Bankના એક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પછી સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે સિક્કા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા પૈસા કયા ખાતામાં ટ્રાન્સફર થયા

Facebook પર ફેક પોસ્ટ કોણે મૂકી હતી અને એપ ડાઉનલોડ કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ કઈ રીતે બેંકિંગ વિગતો સુધી પહોંચ મેળવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન એપ ડાઉનલોડ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે લાવી છે. સોશિયલ મીડિયા પર જોવા મળતી કોઈપણ ફ્રી એપ, ઓફર અથવા ડાઉનલોડ લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ.

અજાણી લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી વ્યક્તિગત અને બેંકિંગ માહિતી જોખમમાં મુકાઈ શકે છે. નાગરિકોએ ખાસ કરીને સોશિયલ મીડિયા પર મળતી શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવું, અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી અને કોઈપણ વ્યક્તિ સાથે OTP, PIN, પાસવર્ડ કે બેંકિંગ વિગતો શેર ન કરવી જોઈએ. સિક્કામાં બનેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા અજાણ્યા સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હવે તપાસમાં આ સાયબર છેતરપિંડી પાછળ કોણ છે અને અન્ય કેટલા લોકો આ પ્રકારની ફેક પોસ્ટનો ભોગ બન્યા છે તે અંગેની વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Surat ના માંગરોળમાં ગાઢ ધુમ્મસનો કહેર, NH હાઈવે 48 પર બે લકઝરી બસ સામસામે અથડાઈ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે