Jamnagar નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, દર્શનાર્થે જતા પરિવારને અકસ્માત નડ્યો



Jamnagar Accident
Jamnagar નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, દર્શનાર્થે જતા પરિવારને અકસ્માત નડ્યો



Jamnagar Accident
Jamnagar : અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જ્યારે અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ઓટો રિક્ષામાં સવાર લોકો ભોડેશ્વર દર્શનાર્થે જઈ રહ્યા હતા.
દરમિયાન ચેલા-ચાંગા વચ્ચે રિક્ષા સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો સહિત 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલા ઈજાગ્રસ્તોની સારવાર તબીબો દ્વારા શરૂ કરવામાં આવી છે. અકસ્મતમાં ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ અને 5થી 6 બાળકોનો પણ સમાવેશ થતો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેના કારણે અકસ્માતની ગંભીરતા વધુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
અકસ્મતમાં મૃતકોમાં નવીન પઠાણ (ઉંમર 20 વર્ષ)નો સમાવેશ થાય છે. અન્ય મૃતકો અંગેની વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવશે. અકસ્મતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો, બંને વાહનોની ઝડપ કેટલી હતી અને ટક્કર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ, જી.જી. હોસ્પિટલ ખાતે પણ ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવતા ભારે દોડધામ જોવા મળી હતી. હાલ સમગ્ર મામલે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ અકસ્માતની સંપૂર્ણ તસવીર સ્પષ્ટ થશે. આ ગમખ્વાર અકસ્માતને પગલે જામનગર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



