Gujarat Youth Congress: ગુજરાત યુવક કોંગ્રેસમાં મોટો ભૂકંપ! 49 હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી


Gujarat Youth Congress News
Gujarat Youth Congress: ગુજરાત યુવક કોંગ્રેસમાં મોટો ભૂકંપ! 49 હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી


Gujarat Youth Congress News
Gujarat Youth Congress: ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુવક કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત યુવક કોંગ્રેસના કુલ 49 હોદ્દેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને એકસાથે આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારો સામે કાર્યવાહી થતાં યુવક કોંગ્રેસમાં આંતરિક હલચલ જોવા મળી રહી છે.

49 હોદ્દેદારોને સંગઠનની જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ગુજરાત યુવક કોંગ્રેસના 25 હોદ્દેદારો અને 24 જિલ્લાના પ્રમુખો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ 49 હોદ્દેદારોને સંગઠનની જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીની રેલીમાં ગેરહાજરી બદલ કાર્યવાહી થયાની ચર્ચા
આ સમગ્ર કાર્યવાહી પાછળનું કારણ દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસની રેલીમાં હોદ્દેદારોની ગેરહાજરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા મુજબ, કોંગ્રેસ દ્વારા આયોજિત આ રેલીમાં હાજર ન રહેવાને પગલે સંબંધિત હોદ્દેદારો સામે સંગઠનાત્મક પગલાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસ સંગઠનમાં શિસ્ત જાળવવા અને પક્ષના કાર્યક્રમોમાં હોદ્દેદારોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, કાર્યવાહી પાછળનું સત્તાવાર કારણ અને સસ્પેન્શન અંગેની વિસ્તૃત વિગતો સામે આવ્યા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે.

એક તરફ ગુજરાતમાં રાજકીય પક્ષો આગામી ચૂંટણીઓ અને સંગઠન મજબૂત કરવાની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ યુવક કોંગ્રેસમાં થયેલી આ મોટી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે સસ્પેન્ડ કરાયેલા 49 હોદ્દેદારો આ નિર્ણય સામે શું પ્રતિક્રિયા આપે છે અને ગુજરાત યુવક કોંગ્રેસમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક સ્તરે કેવા ફેરફારો કરવામાં આવે છે.
આ પણ વાંચો: Surat Raid: સુરતમાં ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચના દરોડા, 398 કિલો પનીરનો જથ્થો સીઝ





