Amreli Double Murder: ગુંદરણ ડબલ મર્ડર કેસમાં પોલીસનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, તપાસ તેજ

Amreli Double Murder: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
Kunjan Shukla
Amreli Gundaran Double Murder CaseAmreli Gundaran Double Murder Case

Amreli Gundaran Double Murder Case

Amreli Double Murder: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તુફાન પેસેન્જર વાહનમાં બે યુવાનોને જીવતા સળગાવી હત્યા કરવાના ગંભીર બનાવમાં પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ઘટનાની દરેક કડીને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ

મળતી માહિતી અનુસાર, ગુંદરણ ગામની સીમમાં તુફાન પેસેન્જર વાહનમાં બે યુવાનોને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બેવડી હત્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે કેસની તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI પી.જે.રામાણી અને PSI વાય.એમ.જાડેજાની ઉપસ્થિતિમાં બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા.

ગુંદરણ ડબલ મર્ડર કેસમાં પોલીસ તપાસ પર સૌની નજર

અહીં આરોપીઓ પાસે સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો મેળવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો અને તેમાં કઈ-કઈ બાબતો સંકળાયેલી હતી તે અંગે તપાસ કરવામાં આવી હતી. ડબલ મર્ડર જેવા ગંભીર ગુનામાં પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવા અને ઘટનાની તમામ કડીઓ જોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી બાદ પણ પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં ગુંદરણ ડબલ મર્ડર કેસમાં પોલીસની તપાસ પર સૌની નજર છે. તપાસ દરમિયાન અન્ય કોઈ મહત્વપૂર્ણ હકીકતો સામે આવે છે કે કેમ અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વિગતો આગામી સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Surat Raid: સુરતમાં ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચના દરોડા, 398 કિલો પનીરનો જથ્થો સીઝ