Operation Gangajal: ઓપરેશન ગંગાજળ હેઠળ રાજ્ય સરકારની કાર્યવાહી, બોટાદ અને ભાવનગરના બે TDOને ફરજિયાત નિવૃત્ત કરાયા

Operation Gangajal: ગુજરાત રાજ્ય સરકારે સરકારી તંત્રમાં ગેરરીતિઓ સામે કાર્યવાહીનો દોર આગળ વધાર્યો છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ રાજ્ય સરકારે વધુ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે.
Kunjan ShuklaUpdated on: 28 Oct 2026 04:26 PM IST
Operation Gangajal: ઓપરેશન ગંગાજળ હેઠળ રાજ્ય સરકારની કાર્યવાહી, બોટાદ અને ભાવનગરના બે TDOને ફરજિયાત નિવૃત્ત કરાયાOperation Gangajal: ઓપરેશન ગંગાજળ હેઠળ રાજ્ય સરકારની કાર્યવાહી, બોટાદ અને ભાવનગરના બે TDOને ફરજિયાત નિવૃત્ત કરાયા

Operation Gangajal

Operation Gangajal: ગુજરાત રાજ્ય સરકારે સરકારી તંત્રમાં ગેરરીતિઓ સામે કાર્યવાહીનો દોર આગળ વધાર્યો છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ રાજ્ય સરકારે વધુ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. બોટાદ અને ભાવનગર જિલ્લાના બે તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને અધિકારીઓ સામે નાણાકીય ગેરરીતિ સહિતના મુદ્દાઓને લઈને ખાતાકીય તપાસ કર્યા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખાતાકીય તપાસ બાદ રાજ્ય સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું

મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એચ. એફ. ભુવાત્રા અને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એમ. બી. રાવને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓ સામે થયેલી ખાતાકીય તપાસ બાદ રાજ્ય સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારી તંત્રમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિઓ સામે પગલાં લેવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 'ઓપરેશન ગંગાજળ' હેઠળ અધિકારીઓની કામગીરી અને તેમની સામેના આક્ષેપોની તપાસ બાદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ જ કાર્યવાહી અંતર્ગત હવે વધુ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

સરકારી તંત્રમાં જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સરકારનું કડક વલણ

નોંધનીય છે કે ગઈકાલે પણ રાજ્ય સરકાર દ્વારા બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સતત બીજા દિવસે વધુ બે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવતાં સરકારી તંત્રમાં જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સરકાર કડક વલણ અપનાવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આ કાર્યવાહીથી સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે, બંને અધિકારીઓ સામેની તપાસમાં કઈ ચોક્કસ ગેરરીતિઓ સામે આવી હતી અને તપાસના મુખ્ય તારણો શું હતાં, તેની વધુ વિગતો સત્તાવાર રીતે ઉપલબ્ધ થાય ત્યારે સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો: Ahmedabad News: દિવાળીના ફટાકડાના વેચાણ પર પોલીસની નજર, 6 પરવાના પૈકી 4ના લાઈસન્સ રદ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.