Ahmedabad News: દિવાળીના ફટાકડાના વેચાણ પર પોલીસની નજર, 6 પરવાના પૈકી 4ના લાઈસન્સ રદ

Ahmedabad News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 28 Oct 2026 04:07 PM IST
Ahmedabad News: દિવાળીના ફટાકડાના વેચાણ પર પોલીસની નજર, 6 પરવાના પૈકી 4ના લાઈસન્સ રદAhmedabad News: દિવાળીના ફટાકડાના વેચાણ પર પોલીસની નજર, 6 પરવાના પૈકી 4ના લાઈસન્સ રદ

Ahmedabad News

Ahmedabad News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફટાકડાના ઉત્પાદન માટે અગાઉ આપવામાં આવેલા 6 પરવાના પૈકી 4 લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 લાઇસન્સ મોકૂફ રાખવામાં આવ્યાં છે. રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા બ્લાસ્ટની દુર્ઘટના બાદ ફટાકડાના ઉત્પાદન માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.

17 વેપારીઓને નોટિસ આપવામાં આવી

અમદાવાદમાં ફટાકડાના કાયમી વેચાણ માટે કુલ 151 જેટલા લાઈસન્સમાંથી 129ને પરવાનગી આપવામાં આવી છે. આ પૈકી 17 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ નિયમો અનુસાર થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. બીજી તરફ, ફટાકડાના હંગામી વેચાણ માટે અત્યાર સુધીમાં અંદાજે 96 અરજીઓ મળી છે. તેમાંથી 14 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ અંગે સંબંધિત વિભાગોનો અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા બાકી છે. આજે પણ હંગામી ધોરણે ફટાકડાના વેચાણની પરવાનગી મેળવવા માટે વધુ 3 અરજીઓ આવી છે.

પોલીસ દ્વારા સતત દેખરેખ

પોલીસ તંત્ર દ્વારા ફટાકડાના વેચાણ માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. વેપારીઓએ જરૂરી લાઇસન્સ અને મંજૂરી મેળવ્યા બાદ જ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે. લાઇસન્સ વિના ફટાકડા વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા બ્લાસ્ટ બાદ ફટાકડાના ઉત્પાદન અંગે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને ગેરકાયદેસર વેચાણ પર નિયંત્રણ આવે તે હેતુથી પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.

તંત્રની આ કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓએ જરૂરી નિયમો અને પરવાનગીઓનું પાલન કરવું પડશે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Kutch News: કચ્છના ભચાઉમાં ગેરકાયદે ખનીજ પરિવહન સામે તંત્રની કાર્યવાહી, રૂપિયા 1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.