Gujarat Police: ગુજરાત પોલીસના 34 કર્મચારીઓની CID ક્રાઈમમાં ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિ


Gujarat Police
Gujarat Police: ગુજરાત પોલીસના 34 કર્મચારીઓની CID ક્રાઈમમાં ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિ


Gujarat Police
Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વહીવટી સ્તરે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 34 પોલીસ કર્મચારીઓને સીઆઈડી ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિરીક્ષકની કચેરીના વહીવટી વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમના પગલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓ હવે ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમની કચેરીમાં ફરજ બજાવશે.
વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ
સત્તાવાર યાદીમાં કુલ 34 કર્મચારીઓના નામ, હોદ્દા અને મૂળ મહેકમની વિગતો આપવામાં આવી છે. તેમાં એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ ગાંધીનગર, ભરૂચ, વડોદરા શહેર, દેવભૂમિ દ્વારકા, સુરત ગ્રામ્ય, પશ્ચિમ કચ્છ-ભુજ, પાટણ, અમદાવાદ, બનાસકાંઠા, તાપી, બોટાદ, નવસારી, ગીર સહિતના વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સીઆઈડી ક્રાઈમની કામગીરીમાં વિવિધ જિલ્લાઓના અનુભવી પોલીસ કર્મચારીઓની સેવાઓનો લાભ મળશે. પ્રતિનિયુક્તિનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે.
હુકમમાં પ્રતિનિયુક્તિના સમયગાળા, કર્મચારીઓની મૂળ મહેકમમાં પરત મોકલવાની પ્રક્રિયા અને વહીવટી શરતો અંગે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ પ્રતિનિયુક્તિના સમયગાળા દરમિયાન કર્મચારીઓને પરત મોકલવાની જોગવાઈ પણ હુકમમાં દર્શાવવામાં આવી છે. આ નિમણૂકને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓની નવી જવાબદારી શરૂ થશે. સીઆઈડી ક્રાઈમની તપાસ અને અન્ય કામગીરીમાં આ કર્મચારીઓની સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ વિભાગના આ નિર્ણયથી ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમ કચેરીમાં કર્મચારીઓની નવી ટીમ જોડાશે.
આ પણ વાંચો: Jamnagar News: 19 વર્ષથી ફરાર હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો, જામનગર LCBને મળી મોટી સફળતા





