ચોરવાડમાં SMCનો મોટો દરોડો, જુગારધામ પર 20થી વધુ લોકો ઝડપાયા હોવાના અહેવાલ


SMC Raid Chorwad Veraval
ચોરવાડમાં SMCનો મોટો દરોડો, જુગારધામ પર 20થી વધુ લોકો ઝડપાયા હોવાના અહેવાલ


SMC Raid Chorwad Veraval
SMC Raid Chorwad Veraval: વેરાવળ નજીક ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે. SMCની ટીમે ચોરવાડ વિસ્તારમાં દરોડો પાડી મોટા પાયે ચાલતા હોવાના અહેવાલો સામે આવેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, દરોડા દરમિયાન 20થી વધુ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની રોકડ સહિત અન્ય સામગ્રી મળી આવી હોવાની માહિતી પણ સામે આવી છે.
ગુપ્ત કાર્યવાહી બાદ SMCનો દરોડો
મળતી માહિતી મુજબ SMCની ટીમે સમગ્ર કાર્યવાહી ગુપ્ત રીતે હાથ ધરી હતી. દરોડાની જાણ થતાં જ જુગાર નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ગભરાટ ફેલાયો છે. SMCની કાર્યવાહીના સમાચાર ફેલાતાં જિલ્લામાં કાર્યરત અન્ય જુગારધામોમાં પણ ખળભળાટ મચ્યો હોવાના અહેવાલ છે. કેટલાક સ્થળોએ જુગારધામો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હોવાની તેમજ સંચાલકો ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.
આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી
દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. SMC દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જુગારધામના સંચાલકો, નાણાકીય વ્યવહારો અને સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. ચોરવાડમાં SMCની આ કાર્યવાહીએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા જગાવી છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ કેટલા લોકોની સંડોવણી સામે આવે છે અને કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે તે અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.




