Get News Alerts

Never miss breaking news updates.

ગીર ગઢડાના ફરેડા ગામે શિક્ષિકાની બદલીની માંગને લઈ વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી કર્યો શિક્ષણનો બહિષ્કાર

Gir Gadhda Fareda Primary School Teacher Transfer: ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની બદલીની માંગને લઈને વાલીઓ અને એસએમસીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષિકા ઉષાબેન ઉપરકોટની બદલીની માંગ...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 05:02 PM IST
ગીર ગઢડાના ફરેડા ગામે શિક્ષિકાની બદલીની માંગને લઈ વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી કર્યો શિક્ષણનો બહિષ્કારગીર ગઢડાના ફરેડા ગામે શિક્ષિકાની બદલીની માંગને લઈ વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી કર્યો શિક્ષણનો બહિષ્કાર

Gir Gadhda Fareda Primary School Teacher Transfer

Gir Gadhda Fareda Primary School Teacher Transfer: ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની બદલીની માંગને લઈને વાલીઓ અને એસએમસીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષિકા ઉષાબેન ઉપરકોટની બદલીની માંગ સાથે વાલીઓએ હોબાળો કરતા શાળાનું વાતાવરણ ગરમાયું હતું. વાલીઓએ વિરોધના ભાગરૂપે વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષિકાની બદલી કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં તાલુકા શિક્ષણ અધિકારી શાળાએ પહોંચ્યા હતા. અધિકારીએ વાલીઓ અને શાળા તંત્ર પાસેથી સમગ્ર મામલાની માહિતી મેળવી હતી અને આ અંગે વડી કચેરીને રિપોર્ટ કર્યો હતો. વાલીઓની માંગ અને સમગ્ર મામલાને ધ્યાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફરેડા પ્રાથમિક શાળાની શિક્ષિકા ઉષાબેન ઉપરકોટની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. શિક્ષિકાની બદલીનો આદેશ થતાં વાલીઓનો વિરોધ શાંત થયો હતો અને ત્યારબાદ ફરેડા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]