Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીના જન્મદિવસે ગુજરાતમાં એક મહિનો ચાલશે ‘સેવા સમર્પણ’ અભિયાન, 17 સપ્ટેમ્બરથી શરૂઆત

Seva Samarpan Campaign Gujarat 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના 25 વર્ષના જનસેવા કાર્યને ઉજવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 03:50 PM IST
PM મોદીના જન્મદિવસે ગુજરાતમાં એક મહિનો ચાલશે ‘સેવા સમર્પણ’ અભિયાન, 17 સપ્ટેમ્બરથી શરૂઆતPM મોદીના જન્મદિવસે ગુજરાતમાં એક મહિનો ચાલશે ‘સેવા સમર્પણ’ અભિયાન, 17 સપ્ટેમ્બરથી શરૂઆત

Seva Samarpan Campaign Gujarat 2026

Seva Samarpan Campaign Gujarat 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના 25 વર્ષના જનસેવા કાર્યને ઉજવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગુજરાતમાં પણ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એક મહિના માટે ‘સેવા સમર્પણ’ કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોની તૈયારીઓને લઈને રવિવારે કર્ણાવતી મહાનગર ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી અને આગામી કાર્યક્રમોની સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં ભાજપના રાષ્ટ્રીય સચિવ રોહન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

30 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાત ભાજપ દ્વારા ‘સેવા સમર્પણ’ અંતર્ગત કુલ 13 કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એક લાખ દીવા પ્રગટાવવાથી લઈને નુક્કડ નાટક અને સુશાસનને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 17 સપ્ટેમ્બરે વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને આગેવાનોની ભાગીદારી સાથે એક લાખ દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત અમદાવાદના તમામ 48 વોર્ડમાં 30 દિવસ સુધી નુક્કડ નાટક સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

PM મોદીની 25 વર્ષની જનસેવાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

ભાજપ અમદાવાદ શહેરના મહાસચિવ ઉમંગ નાયકે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન શહેર સહિત દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમના 25 વર્ષના સેવા અને સમર્પણને ઉજવવાના હેતુથી યોજાશે. ઉમંગ નાયકે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ 13 વર્ષ મુખ્યમંત્રી અને 12 વર્ષ વડાપ્રધાન તરીકે રહીને જનસેવા કરી છે. તેમના જણાવ્યા મુજબ, વડાપ્રધાનના જનસમર્પણના ભાવને લોકો સુધી પહોંચાડવાનો હેતુ આ કાર્યક્રમો પાછળ છે.

કાર્યકર્તાઓને કાર્યક્રમોની સફળતા માટે માર્ગદર્શન

કર્ણાવતી મહાનગરમાં યોજાયેલી કાર્યશાળામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આગામી એક મહિના દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ‘સેવા સમર્પણ’ અભિયાન અંતર્ગત વિવિધ સામાજિક અને જનસેવા પ્રવૃત્તિઓ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવાની ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]