Gandhinagar News: વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત, આઠમા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં

Gandhinagar News: ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સતત આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. પોતાની પડતર માગણીઓના ઉકેલ માટે વ્યાયામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેઠા છે.
Kunjan Shukal
Kunjan Shukal
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવતગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત

Gandhinagar News: ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સતત આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. પોતાની પડતર માગણીઓના ઉકેલ માટે વ્યાયામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેઠા છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલી ખાતરીનો અમલ ન થતાં શિક્ષકોએ ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સરકાર સામે પોતાની માગણીઓ રજૂ કરી વહેલી તકે ન્યાય મળે તેવી માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આંદોલન કરી રહેલા શિક્ષકોની શું છે મુખ્ય માગ?

મળતી માહિતી અનુસાર, આશરે 19 મહિના પહેલાં રાજ્ય સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોને તેમની માગણીઓ અંગે ખાતરી આપવામાં આવી હતી. જોકે, આટલો સમય વીતી જવા છતાં ખાતરીનો અમલ કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરિણામે વ્યાયામ શિક્ષકોએ ફરીથી આંદોલન શરૂ કર્યું છે. આંદોલન કરી રહેલા શિક્ષકોની મુખ્ય માગ છે કે રાજ્યમાં કાયમી ભરતીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા દરમિયાન અગાઉ પરીક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ માગ ઉઠાવવામાં આવી છે.

શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1700થી વધુ વ્યાયામ શિક્ષકોની ખેલ સહાયક તરીકે કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. જોકે, આટલા વર્ષો બાદ પણ તેમને કાયમી કરવામાં આવ્યા નથી. જેના કારણે શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કરાર આધારિત નોકરીને બદલે કાયમી રોજગારી અને નોકરીની સુરક્ષા મળે તેવી તેમની માગ છે. સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલા આ ધરણાંમાં શિક્ષકો પોતાની માગણીઓ સાથે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઠ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હોવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતાં શિક્ષકોમાં નારાજગી વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર વ્યાયામ શિક્ષકોની આ માગણીઓ અંગે ક્યારે નિર્ણય લે છે અને 19 મહિના પહેલાં આપેલી ખાતરીનો અમલ ક્યારે થાય છે.

આ પણ વાંચો: Guru Nanak Jayanti 2026: ગાંધીનગરના પોર ગામે 557મી ગુરુનાનક જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં ટેકવ્યું શીશ