Get News Alerts

Never miss breaking news updates.

Khambha APMC Election: ખાંભા APMC ચૂંટણીમાં મામલો ગૂંચવાયો, ભાજપના બે ઉમેદવારો વચ્ચે 166-166 મતથી ટાઇ

Khambha APMC Election: ખાંભા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની બેઠકોના પરિણામ બાદ મામલો રોમાંચક બન્યો છે. ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે એક...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 05:37 PM IST
Khambha APMC Election: ખાંભા APMC ચૂંટણીમાં મામલો ગૂંચવાયો, ભાજપના બે ઉમેદવારો વચ્ચે 166-166 મતથી ટાઇKhambha APMC Election: ખાંભા APMC ચૂંટણીમાં મામલો ગૂંચવાયો, ભાજપના બે ઉમેદવારો વચ્ચે 166-166 મતથી ટાઇ

Khambha APMC Election

Khambha APMC Election: ખાંભા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની બેઠકોના પરિણામ બાદ મામલો રોમાંચક બન્યો છે. ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ દુધાતે કબજે કરી છે.

આનંદ ભટ્ટ અને સુરેશ નસીત વચ્ચે ટાઇ

ખેડૂત વિભાગની 10મી બેઠક પર ભાજપના બે ઉમેદવારો સુરેશભાઈ નસીત અને આનંદભાઈ ભટ્ટ વચ્ચે ટાઇ પડી છે. બંને ઉમેદવારોને સરખા 166-166 મત મળતા ચૂંટણીનું પરિણામ અટવાઈ ગયું છે. આનંદભાઈ ભટ્ટ ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ છે, જ્યારે સુરેશ નસીત અસંતુષ્ટ જૂથ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. હવે બંને ઉમેદવારો વચ્ચેની આ ટક્કર બાદ રીકાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રીકાઉન્ટિંગની માંગ

10મા ક્રમે વિજેતા ઉમેદવાર માટે બંને ઉમેદવારોને સમાન મત મળતા મતનું રીકાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રીકાઉન્ટિંગ બાદ જ અંતિમ પરિણામ સ્પષ્ટ થશે કે આ બેઠક પર વિજયનો તાજ કોના શિરે જશે.

ખેડૂત વિભાગના પરિણામો

ખેડૂત વિભાગમાં મળેલા મતો મુજબ ભરત સખવાળાને 224, બાવભાઈ ભમ્મરને 221, રમેશભાઈ તંતીને 205, વિનુભાઈ રૈયાણીને 203, મેરામભાઈ વાઘોસીને 194, શાંતિલાલ ઠુમ્મરને 194, લાભુભાઈ ગજેરાને 193 અને ભરતભાઈ દુધાતને 186 મત મળ્યા છે. જ્યારે અશ્વિનભાઈ સેંજલીયાને 183 મત મળ્યા છે. અંતિમ બેઠક પર સુરેશભાઈ નસીત અને આનંદભાઈ ભટ્ટને 166-166 મત મળતા ટાઇ પડી છે. હવે રીકાઉન્ટિંગ બાદ ખાંભા APMCની આ બેઠકનું અંતિમ પરિણામ જાહેર થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]