24 સપ્ટેમ્બરે યોજાશે સપ્ટેમ્બર મહિનાનો ‘રાજ્ય સ્વાગત’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની રજૂઆતો



Gujarat State Swagat September 2026
24 સપ્ટેમ્બરે યોજાશે સપ્ટેમ્બર મહિનાનો ‘રાજ્ય સ્વાગત’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની રજૂઆતો



Gujarat State Swagat September 2026
Gujarat State Swagat September 2026: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, 24 સપ્ટેમ્બરે યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના ઓનલાઈન નિવારણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
સવારે 8થી 11 વાગ્યા સુધી રજૂઆત કરી શકાશે
રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટે નાગરિકો પોતાની રજૂઆતો 24 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00થી 11:00 વાગ્યા દરમિયાન રૂબરૂ કરી શકશે. નાગરિકોએ પોતાની રજૂઆત માટે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે હાજર રહેવાનું રહેશે.
મુખ્યમંત્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહી રજૂઆતો સાંભળશે
મળેલી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર બાદ યોજાનારા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. સંબંધિત રજૂઆતોના નિવારણ માટે જરૂરી કાર્યવાહી અંગે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
2003થી ચાલી રહ્યો છે રાજ્ય સ્વાગત કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમનો હેતુ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોને સંબંધિત તંત્ર સુધી પહોંચાડીને તેના નિવારણની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





