Get News Alerts

Never miss breaking news updates.

‘ભાડા વિધેયક 2026’ મુદ્દે વકીલોની હડતાળ પૂર્ણ, આવતીકાલથી રાબેતા મુજબ કામગીરી શરૂ

Gujarat Rent Bill 2026: ‘ભાડા વિધેયક 2026’ના વિરોધમાં વકીલો દ્વારા ચાલી રહેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બાર કાઉન્સિલના સભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠક...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 08:57 PM IST
‘ભાડા વિધેયક 2026’ મુદ્દે વકીલોની હડતાળ પૂર્ણ, આવતીકાલથી રાબેતા મુજબ કામગીરી શરૂ‘ભાડા વિધેયક 2026’ મુદ્દે વકીલોની હડતાળ પૂર્ણ, આવતીકાલથી રાબેતા મુજબ કામગીરી શરૂ

Gujarat Rent Bill 2026

Gujarat Rent Bill 2026: ‘ભાડા વિધેયક 2026’ના વિરોધમાં વકીલો દ્વારા ચાલી રહેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બાર કાઉન્સિલના સભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વકીલોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક પૂર્ણ

‘ભાડા વિધેયક 2026’ને લઈને વકીલો અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બાર કાઉન્સિલના સભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવા કાયદા અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ વકીલોએ હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. હવે આવતીકાલથી વકીલો રાબેતા મુજબ પોતાની કામગીરી શરૂ કરશે.

નવા કાયદાની સમીક્ષા માટે પાંચ સભ્યોની કમિટી

બેઠકમાં ‘ભાડા વિધેયક 2026’ના નવા કાયદાની જોગવાઈઓ અંગે સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. કમિટી દ્વારા કાયદાની જોગવાઈઓ અને તેની અસર અંગે સમીક્ષા કરીને અહેવાલ રજૂ કરવામાં આવશે. આ અહેવાલના આધારે કાયદા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

નવા કાયદામાં સુધારા સૂચવાશે

બેઠકમાં નવા કાયદાની કેટલીક જોગવાઈઓમાં જરૂરી સુધારા સૂચવવા અંગે પણ ચર્ચા થઈ હતી. કાયદા અંગેની સમીક્ષા બાદ કમિટી પોતાના સૂચનો રજૂ કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદા સંબંધિત સત્તાઓ અને અધિકારો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે અને જ્યુડિશિયરીને જરૂરી પાવર આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. વકીલોની હડતાળ પૂર્ણ થતાં હવે કોર્ટની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]