Get News Alerts

Never miss breaking news updates.

Agriculture News : ગુજરાતમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી, કૃષિ વ્યવસ્થા ડિજિટલ બની

Agriculture News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (DAM)ના અમલીકરણને જબરદસ્ત વેગ મળ્યો.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Sep 2026 01:22 PM IST
Agriculture News : ગુજરાતમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં  નોંધણી કરાવી, કૃષિ વ્યવસ્થા ડિજિટલ બનીAgriculture News : ગુજરાતમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં  નોંધણી કરાવી, કૃષિ વ્યવસ્થા ડિજિટલ બની

Agriculture News

Agriculture News : ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને યુનિક ફાર્મર આઈડી (Unique Farmer ID) આપવામાં આવે છે. આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતો હવે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મેળવી શકશે: ડો. જંયતિ.એસ.રવિ, અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ

ગુજરાતમાં ખેડૂતો માટે ડિજિટલ વ્યવસ્થાનો મજબૂત પાયો ઊભો કરવામાં આવી રહ્યો છે

આ અંતર્ગત, ફાર્મર રજિસ્ટ્રી પહેલ દ્વારા ખેડૂતોને એક વિશ્વસનીય ડિજિટલ ઓળખ આપવાની સાથે સાથે તેમના જમીનનાં દસ્તાવેજો અને સરકારી કૃષિ સેવાઓની પહોંચને એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે કૃષિ ક્ષેત્રના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા માટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (DAM) શરૂ કર્યું છે. આ પહેલના ભાગરૂપે ફાર્મર રજિસ્ટ્રીને ખેડૂતોનો વિશ્વસનીય અને સંકલિત ડિજિટલ ડેટાબેઝ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (DAM)ના અમલીકરણને વેગ મળ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી દીધી છે

આ પદ્ધતિ દ્વારા ખેડૂતોનાં જમીનનાં દસ્તાવેજોને ડિજિટલ વ્યવસ્થા સાથે સાંકળવાની પ્રક્રિયા સતત આગળ વધી રહી છે. મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ (IAS) એ જણાવ્યું કે, “આ વ્યવસ્થામાં ખેડૂતની આધાર આધારિત ઓળખને જમીનના રેકોર્ડ સાથે જોડવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રી થકી ખેડૂતોને યુનિક ફાર્મર આઈડી (Unique Farmer ID) આપવામાં આવે છે.

આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતો હવે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મેળવી શકશે,’’ડૉ. જયંતિ. એસ. રવિએ ઉમેર્યું કે, “આ પહેલ માત્ર નોંધણીની પ્રક્રિયા પૂરતી મર્યાદિત નથી. તે ખેડૂતો અને સરકારની વિવિધ યોજનાઓ તથા કૃષિ સેવાઓ વચ્ચેના સંબંધને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.”

અનેક દસ્તાવેજોમાંથી એક ડિજિટલ ઓળખ તરફ

કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, “છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને પોતાની વ્યક્તિગત વિગતો, જમીન સંબંધિત માહિતી અને પાત્રતા અંગેના દસ્તાવેજો વારંવાર રજૂ કરવા પડતા હતા અને તેની ચકાસણી કરાવવાની જરૂર પડતી હતી.”“ફાર્મર રજિસ્ટ્રીનો હેતુ વિવિધ કૃષિ યોજનાઓ અને સેવાઓ માટે ઉપયોગી થઈ શકે તેવી એક સામાન્ય ડિજિટલ ઓળખ ઊભી કરીને આ પ્રક્રિયામાં થતી એકની એક કામગિરીને ઘટાડવાનો છે.

’’જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું. એકવાર ખેડૂતની નોંધણી અને મંજૂરી થઈ જાય ત્યારબાદ તેની ઓળખ અને જમીનના રેકોર્ડને ડિજિટલ રીતે એકીકૃત કરવામાં આવે છે, જેના કારણે એક વિશ્વસનીય ડિજિટલ પ્રોફાઇલ તૈયાર થાય છે. આ વ્યવસ્થા ખેડૂતની અરજીઓની પ્રક્રિયાને સરળ બનાવે છે, લાભાર્થીની ઓળખ અને ચકાસણીને વધુ સુવ્યવસ્થિત બનાવે છે તેમજ સરકારી સહાયની પહોંચમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ચોકસાઈ વધારે છે. ફાર્મર આઈડીને એક એવા ડિજિટલ માધ્યમ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ છે, જેના દ્વારા ખેડૂત એક જ ડિજિટલ ઓળખના માધ્યમથી વિવિધ સરકારી કૃષિ સેવાઓનો લાભ મેળવી શકે.

ખેડૂત કેવી રીતે નોંધણી કરાવી શકે?

ફાર્મર આઈડી માટેની નોંધણી પ્રક્રિયા સરળ અને ખેડૂતલક્ષી બનાવવામાં આવી છે. ખેડૂતો પોતાના મોબાઇલ ફોન દ્વારા અથવા સરકાર દ્વારા સમર્થિત સેવા કેન્દ્રોની મદદથી નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયામાં આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવે છે. સફળતાપૂર્વક આધારની ચકાસણી થયા બાદ ખેડૂત અને તેની જમીન સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતની ઓળખને ચકાસાયેલા જમીન રેકોર્ડ સાથે સાંકળી યુનિક ફાર્મર આઈડી જનરેટ કરવામાં આવે છે. નોંધણી થયા બાદ ખેડૂતો પોતાની વિગતો અને તેમની સાથે જોડાયેલા જમીનના રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે.

જો નોંધણી દરમિયાન કોઈ જમીનનો સર્વે નંબર રહી જાય, તો તેને બાદમાં અપડેટ ફાર્મર રિક્વેસ્ટ (UFR) સુવિધા દ્વારા ઉમેરવામાં આવી શકે છે. આથી પાત્ર ખેડૂતની તમામ જમીન યોગ્ય રીતે ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રતિબિંબિત થાય તે સુનિશ્ચિત કરી શકાય છે.

નોંધણી એક, લાભ અનેક

ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી થવાથી PM-KISAN, પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) / મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) હેઠળની સરકારી ખરીદી, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને કૃષિ ધિરાણ જેવી યોજનાઓમાં લાભાર્થીની ઓળખ અને ચકાસણી સરળ બને છે.

આ ઉપરાંત વિવિધ સબસિડી તથા કૃષિ સહાય યોજનાઓ, ડિજિટલ કૃષિ સેવાઓ તેમજ ખેતી માટે જરૂરી ઇનપુટ્સ અને અન્ય સેવાઓ પહોંચાડવામાં પણ આ વ્યવસ્થા ઉપયોગી બને છે. આ સમગ્ર પહેલનો વ્યાપક ઉદ્દેશ એવો છે કે ખેડૂતોને અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વારંવાર પોતાની ઓળખ અને જમીન સંબંધિત વિગતો સાબિત કરવાની જરૂર ન પડે.

ગુજરાતમાં ડિજિટલ કૃષિના મંડાણ

ફાર્મર રજિસ્ટ્રીની વાસ્તવિક ક્ષમતા તેની વર્તમાન ઉપયોગિતા કરતાં પણ ઘણી વિશાળ છે. ગુજરાતમાં ડિજિટલ કૃષિનું માળખું વધુ વિસ્તરતાં ફાર્મર આઈડી ખેડૂતોને વિવિધ સેવાઓ સાથે જોડતી એક સામાન્ય ડિજિટલ ઓળખ બનશે. આમાં ડિજિટલ ક્રોપ સર્વે, બિયારણ અને ખાતર જેવા કૃષિ ઇનપુટ્સ, સરકારી ખરીદી વ્યવસ્થા તેમજ ધિરાણ સેવાઓ સાથેનું એકીકરણ સામેલ થઈ શકે છે.

આ રજિસ્ટ્રી ખેડૂતની પાત્રતા, જમીનના કદ અને પાક સંબંધિત માહિતીના આધારે વધુ લક્ષિત સરકારી સહાય પહોંચાડવામાં પણ મદદરૂપ બની શકે છે. લાંબા ગાળે ખેડૂત, જમીન અને પાક સંબંધિત માહિતીનું એકીકરણ થતાં વ્યક્તિગત જરૂરિયાત અનુસાર કૃષિ સલાહ, AI આધારિત સેવાઓ અને નિર્ણય લેવામાં મદદરૂપ થતી ડિજિટલ વ્યવસ્થાઓ માટે માર્ગ મોકળો બનશે.

નોંધણી કેવી રીતે કરવી?

ખેડૂતો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ મારફતે નોંધણી કરાવી શકે છે.

પોર્ટલ: gjfr.agristack.gov.in

આ ઉપરાંત Google Play Store પર ઉપલબ્ધ સત્તાવાર Farmer Registry Gujarat મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ નોંધણી કરી શકાય છે.

Farmer Registry Gujarat App:

https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry

ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રીમાં સહાય સાથે નોંધણી કરાવવા માટે તેમના ગામની ગ્રામ પંચાયત કચેરી (VCE) / ગ્રામ સેવક / CSC કેન્દ્રોની પણ મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : Gandhinagar Election 2026 : 15 વર્ષના રાજકીય ઈતિહાસમાં ગાંધીનગરના ત્રણ અલગ અલગ ચિત્ર , શું 2026માં ફરી બદલાશે ગાંધીનગરનું રાજકીય ચિત્ર?

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે