Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar News: ગુજરાતમાં NPSમાંથી OPSમાં રૂપાંતરણની કામગીરી તેજ, 19,229 કેસોનો નિકાલ; ₹1,019 કરોડનું વળતર જમા

Gujarat NPS to OPS Conversion: ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નાણા વિભાગે મોટી પ્રગતિ નોંધાવી છે. રાજ્ય સરકાર દ્વારા 16...
R Gajjar
R GajjarUpdated on: 10 Oct 2026 01:27 PM IST
Gandhinagar News: ગુજરાતમાં NPSમાંથી OPSમાં રૂપાંતરણની કામગીરી તેજ, 19,229 કેસોનો નિકાલ; ₹1,019 કરોડનું વળતર જમાGandhinagar News: ગુજરાતમાં NPSમાંથી OPSમાં રૂપાંતરણની કામગીરી તેજ, 19,229 કેસોનો નિકાલ; ₹1,019 કરોડનું વળતર જમા

Gujarat NPS to OPS Conversion

Gujarat NPS to OPS Conversion: ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નાણા વિભાગે મોટી પ્રગતિ નોંધાવી છે. રાજ્ય સરકાર દ્વારા 16 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલા નિર્ણયના અમલીકરણ અંતર્ગત NPSમાંથી OPSમાં રૂપાંતરણ, નિવૃત્તિ અને અવસાન સંબંધિત કુલ 19,229 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણા મંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

1,037 કેસોમાં ₹124 કરોડથી વધુની પેન્શન ઓથોરિટી

નાણા વિભાગની NPS ઉપાડ શાખા દ્વારા નિવૃત્તિ અને અવસાન સંબંધિત 1,037 કેસોમાં કુલ ₹124.08 કરોડની પેન્શન ઓથોરિટી સમયસર ઇશ્યૂ કરવામાં આવી છે. પેન્શન સંબંધિત પ્રક્રિયાઓને ઝડપથી પૂર્ણ કરવા માટે વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી.

₹1,019.69 કરોડનું વળતર સરકારી ખાતામાં જમા

NPS હેઠળના સરકારી ફાળા પર પ્રાપ્ત થયેલું ₹1,019.69 કરોડનું વળતર સરકારના '0049 - વ્યાજની પ્રાપ્તિ' હેડ હેઠળ એકસાથે જમા કરાવવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા દ્વારા સરકારી હિસાબી વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે અને બજેટ તથા વિકાસકાર્યો માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી છે.

327 ડિમાન્ડ ડ્રાફ્ટથી ₹2,230 કરોડની ચુકવણી

આ કામગીરી દરમિયાન કુલ 327 ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) મારફતે ₹2,230.22 કરોડની રકમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (DPEO), જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને સંબંધિત શાસનાધિકારીઓને ચૂકવવામાં આવી છે. આટલી મોટી નાણાકીય પ્રક્રિયાને સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે જિલ્લા કચેરીવાર બલ્ક પ્રોસેસિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.

QR કોડ અને બારકોડથી પારદર્શકતા

નાણાકીય ગેરરીતિ અટકાવવા અને દસ્તાવેજોની ચકાસણી સરળ બનાવવા માટે પેન્શન ઓથોરિટી તથા ડિમાન્ડ ડ્રાફ્ટના ડિસ્પેચ લેટરમાં QR કોડ અને બારકોડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લા કચેરીવાર સામૂહિક પ્રક્રિયા અપનાવીને કામગીરીમાં વિલંબ ઘટાડવા અને વહીવટી પારદર્શકતા જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાણા વિભાગ તથા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી, ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ વિશાળ હિસાબી કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકારના આ નિર્ણયના અમલીકરણથી સંબંધિત કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલને વેગ મળ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]