Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Local Election: 11 ઓક્ટોબરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા

Gujarat Local Election Employee Holiday: રાજ્યમાં 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યના શ્રમ નિયામક દ્વારા શ્રમયોગીઓ અને કર્મચારીઓ માટે મતદાનની સુવિધા અંગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 02:32 PM IST
Gujarat Local Election: 11 ઓક્ટોબરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજાGujarat Local Election: 11 ઓક્ટોબરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા

Gujarat Local Election Employee Holiday

Gujarat Local Election Employee Holiday: રાજ્યમાં 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યના શ્રમ નિયામક દ્વારા શ્રમયોગીઓ અને કર્મચારીઓ માટે મતદાનની સુવિધા અંગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજાની વ્યવસ્થા કરવાની રહેશે.

ગાંધીનગર સહિત આ વિસ્તારોમાં ચૂંટણી

11 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, પડધરી તાલુકા પંચાયત, સતલાસણા તાલુકા પંચાયત અને હારીજ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

કર્મચારીઓને મતદાન માટે ત્રણ કલાકની ખાસ રજા

રાજ્યના શ્રમ નિયામકની યાદી મુજબ, ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગીઓ અને કર્મચારીઓને મતદાન કરવાની તક મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે, જેથી તેઓ મતદાન કરી શકે.

સાપ્તાહિક રજાના દિવસે પણ વ્યવસ્થા લાગુ પડશે

જો કોઈ સંસ્થામાં 11 ઓક્ટોબરના દિવસે સાપ્તાહિક રજા હોય, તો સંસ્થા ચાલુ રાખીને તેના બદલે કર્મચારીઓને મતદાનના દિવસે રજા આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. શ્રમ વિભાગની સૂચના મુજબ, ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં આવી વ્યવસ્થા કરવાનો હેતુ એ છે કે શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ શકે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]