Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતની સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર નહીં, કાગળ-કાપડના કવરનો ઉપયોગ

Gujarat Government Plastic Files Ban: પર્યાવરણ સંરક્ષણ તરફ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. આ અંગે...
R Gajjar
R GajjarUpdated on: 25 Aug 2026 02:11 PM IST
ગુજરાતની સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર નહીં, કાગળ-કાપડના કવરનો ઉપયોગગુજરાતની સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર નહીં, કાગળ-કાપડના કવરનો ઉપયોગ

Gujarat Government Plastic Files Ban

Gujarat Government Plastic Files Ban: પર્યાવરણ સંરક્ષણ તરફ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તમામ સરકારી સંસ્થાઓમાં નિર્ણય લાગુ

આ નિર્ણય સચિવાલયના તમામ વિભાગો ઉપરાંત ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, મંડળો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ સહિતની સરકારી કચેરીઓમાં લાગુ થશે.

પ્લાસ્ટિકના બદલે ઈકો-ફ્રેન્ડલી ફાઈલ કવર

સરકારી કચેરીઓમાં દૈનિક કામગીરી માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોની જગ્યાએ હવે કાગળ, શણ અને કાપડમાંથી બનેલા પર્યાવરણાનુકૂળ તથા ટકાઉ ફાઈલ કવરનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સ્ટેશનરીનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી ખરીદી સરકારના પર્યાવરણીય દિશાનિર્દેશો મુજબ કરવાની રહેશે.

પ્લાસ્ટિકમુક્ત કાર્યસંસ્કૃતિ તરફ પગલું

કેન્દ્ર સરકારના પર્યાવરણ સંરક્ષણ કાયદા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. આ પહેલ દ્વારા સરકારી વહીવટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને સ્વચ્છ ભારત મિશન સાથે પર્યાવરણ જતનની દિશામાં વધુ મજબૂત પગલું ભરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]