સુશાસનના 5 વર્ષ: ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાણંદ-ધોલેરામાં સેમિકન્ડક્ટર બાદ ડેટા સેન્ટર ક્રાંતિ



Gujarat Data Center Hub
સુશાસનના 5 વર્ષ: ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાણંદ-ધોલેરામાં સેમિકન્ડક્ટર બાદ ડેટા સેન્ટર ક્રાંતિ



Gujarat Data Center Hub
Gujarat Data Center Hub: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્યને ભવિષ્યલક્ષી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29' જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે.

ડિજિટલ ક્રાંતિ અને ગ્રીન એનર્જીનો સમન્વય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હંમેશાં ભવિષ્યની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શનમાં ભારતને ડિજિટલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગ્લોબલ હબ બનાવવાના વિઝનને આ નવી નીતિ આગળ ધપાવશે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસના મંત્રને સાર્થક કરતા આ ડેટા સેન્ટર્સ માટે 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.

ડેટા સેન્ટર્સ માટે જોગવાઇ: સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, 'સિંગલ વિન્ડો સિસ્ટમ' થી મંજૂરી
ધોલેરામાં ડેટા સેન્ટર શરૂ કરવા 2.5 ટકા વધારાની મૂડી સહાય આપવામાં આવશે, તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં સપૂર્ણપણે મુક્તિ આપવાની જોગવાઇ આ નીતિમાં કરવામાં આવી છે. ડેટા સેન્ટર્સ શરૂ કરવા માટે દસ વર્ષ માટે 4 ટકા વ્યાજ સહાય તેમજ આગામી 20 વર્ષ માટે પ્રતિ યુનિટ ₹1ની વીજ દર સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે ડેટા સેન્ટર્સને ‘આવશ્યક સેવાઓ’ તરીકે માન્યતા આપી છે તેમજ આ પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નીતિ અંતર્ગત 7.5 ગીગા વોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ બનાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવ કંપનીઓ દ્વારા મળ્યા છે.

સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર બાદ હવે ડેટા સેન્ટર ક્રાંતિ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. હવે આ નવી નીતિના કારણે આગામી સમયમાં આ વિસ્તારો હાઇ-ટેક ડેટા સેન્ટરોના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક રોકાણકારો માટે હવે ગુજરાત ડેટા સેન્ટર સ્થાપવા માટે દેશનું સૌથી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]





