Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મોટું આયોજન, જાપાન કરશે નાણાકીય અને ટેકનિકલ સહાય

Compressed Biogas Plant Gujarat: ગુજરાતમાં પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટના વ્યાપને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે....
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 06:32 PM IST
ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મોટું આયોજન, જાપાન કરશે નાણાકીય અને ટેકનિકલ સહાયગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મોટું આયોજન, જાપાન કરશે નાણાકીય અને ટેકનિકલ સહાય

Compressed Biogas Plant Gujarat

Compressed Biogas Plant Gujarat: ગુજરાતમાં પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટના વ્યાપને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ મુદ્દે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં સહકારી ડેરીઓ દ્વારા સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જાપાનના પ્રતિનિધિમંડળમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ, JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝેન્ટેટિવ ટાકુરો તાકેઉચી તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ સોટા કોઇડે ઉપસ્થિત રહ્યા હતા.

CBG પ્લાન્ટ માટે નાણાકીય અને ટેકનિકલ સહાયનો પ્રસ્તાવ

બેઠક દરમિયાન ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા તેમજ બાયોગેસની સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવા અંગે સુઝુકી અને JICAના પ્રતિનિધિઓ દ્વારા વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં પ્લાન્ટ સ્થાપના અને તેના વિસ્તરણ માટે નાણાકીય તથા ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે MoU

બેઠકમાં થયેલી ચર્ચાના આધારે આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. આ કરાર રાજ્યમાં બાયો ગેસ આધારિત ઉર્જા અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે.

બનાસ ડેરી અને NDDBના અધિકારીઓ પણ જોડાયા

બેઠકમાં સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તથા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભરત જોષી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બનાસ ડેરી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી અને ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો. ગુજરાતમાં સહકારી ડેરીઓ સાથે જોડાયેલા બાયોમાસ અને જૈવિક કચરાનો ઉપયોગ કરીને સ્વચ્છ ઉર્જા તથા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાના પ્રયાસોને આ પહેલથી વેગ મળવાની શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]