Gujarat Child Welfare Schemes: બાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: 27 હજારથી વધુ બાળકોને રૂ.132 કરોડથી વધુની સહાય



Gujarat Child Welfare Schemes
Gujarat Child Welfare Schemes: બાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: 27 હજારથી વધુ બાળકોને રૂ.132 કરોડથી વધુની સહાય



Gujarat Child Welfare Schemes
Gujarat Child Welfare Schemes: રાજ્યમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવનઘડતર અને તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા પાલક માતા-પિતા યોજના, શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ તેમજ પાલક માતા-પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે સહાય જેવી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2025-26થી ઓગસ્ટ 2026 સુધીમાં આ વિવિધ યોજનાઓ હેઠળ 27 હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને રૂ.132 કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક રૂ.3 હજારની સહાય
પાલક માતા-પિતા યોજના હેઠળ એવા બાળકોને લાભ આપવામાં આવે છે, જેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા માતા કે પિતાના અવસાન બાદ પુનઃલગ્નના કારણે બાળક તેમની સાથે રહેતું ન હોય. આ યોજના હેઠળ બાળકની સંભાળ રાખતા નજીકના સગાને દર મહિને પ્રતિ બાળક રૂ.3,000ની સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારના આંકડા મુજબ, વર્ષ 2025-26માં 21,881 લાભાર્થીઓને રૂ.80.81 કરોડની સહાય આપવામાં આવી હતી. જ્યારે એપ્રિલ 2026થી ઓગસ્ટ 2026 દરમિયાન 22,224 બાળકોને રૂ.34.24 કરોડની સહાય આપવામાં આવી છે.
શેરો પોઝીટીવ ઇલનેસવાળા બાળકોને શિષ્યવૃત્તિ
શેરો પોઝીટીવ ઇલનેસના કારણે અનાથ અથવા નિરાધાર બનેલા તેમજ આ બીમારીથી પીડાતા બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ધોરણ પ્રમાણે બાળકોને વાર્ષિક રૂ.5,000થી રૂ.25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વર્ષ 2025-26માં 5,440 બાળકોને રૂ.1.86 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન 5,540 બાળકોને રૂ.3.87 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
લાભાર્થી દીકરીના લગ્ન સમયે રૂ.2 લાખની સહાય
પાલક માતા-પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરી 18 વર્ષ પૂર્ણ કરે અને લગ્ન કરે ત્યારે તેને એક વખત રૂ.2 લાખની સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના ગુજરાતમાં 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવી છે. લાભાર્થી દીકરીએ લગ્નની તારીખથી બે વર્ષની અંદર આ સહાય માટે અરજી કરવાની રહે છે. વર્ષ 2025-26માં 406 દીકરીઓને કુલ રૂ.8.12 કરોડની સહાય આપવામાં આવી હતી. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન 215 દીકરીઓને રૂ.4.30 કરોડની સહાય આપવામાં આવી છે.
બાળકોના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ યોજનાઓનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને આર્થિક સહાય પૂરી પાડીને તેમના શિક્ષણ, જીવનઘડતર અને ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થવાનો છે. પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક સહાય, શિષ્યવૃત્તિ યોજના હેઠળ અભ્યાસ માટે આર્થિક મદદ અને લગ્ન સમયે સહાય જેવી વિવિધ જોગવાઈઓથી લાભાર્થી પરિવારોને આર્થિક આધાર મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





