ગુજરાત વિધાનસભાના નવમા સત્રની તારીખ બદલાઈ, હવે 9 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે સત્ર



Gujarat Assembly Session September 2026
ગુજરાત વિધાનસભાના નવમા સત્રની તારીખ બદલાઈ, હવે 9 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે સત્ર



Gujarat Assembly Session September 2026
Gujarat Assembly Session September 2026: ગુજરાત વિધાનસભાના નવમા સત્રની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યપાલશ્રી દ્વારા 8 સપ્ટેમ્બર, 2026ના રોજ સત્ર બોલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. હવે 3 ઓગસ્ટના અગાઉના આહવાનને રદ કરીને 31 ઓગસ્ટ, 2026ના રોજ નવા આહવાન દ્વારા સત્રની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર
નવા આહવાન મુજબ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર હવે 9, 10 અને 11 સપ્ટેમ્બર, 2026 એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. સત્ર દરમિયાન વિવિધ સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિત કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે.
તારાંકિત પ્રશ્નોત્તરી પણ ત્રણ દિવસ યોજાશે
સત્રની તારીખમાં ફેરફાર થતાં તારાંકિત પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
અગાઉ 8 સપ્ટેમ્બરે સત્ર મળવાનું હતું
ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા અગાઉ 3 ઓગસ્ટ, 2026ના રોજ ગુજરાત વિધાનસભાના નવમા સત્રને 8 સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જોકે, આ અગાઉનું આહવાન રદ કરી હવે 31 ઓગસ્ટે નવા આહવાન દ્વારા સત્રની શરૂઆતની તારીખ 9 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



