Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar: 16 ઓક્ટોબરથી પંચાયત તલાટીઓ નવા જોબચાર્ટ મુજબ કરશે કામગીરી, મહેસૂલી કામથી રહેશે અળગા

Gandhinagar: ગુજરાતમાં પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી એટલે કે 16 ઓક્ટોબરથી પંચાયત હસ્તકના તલાટીઓ નવા જોબચાર્ટ પ્રમાણે કામગીરી કરશે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 02:18 PM IST
Gandhinagar: 16 ઓક્ટોબરથી પંચાયત તલાટીઓ નવા જોબચાર્ટ મુજબ કરશે કામગીરી, મહેસૂલી કામથી રહેશે અળગાGandhinagar: 16 ઓક્ટોબરથી પંચાયત તલાટીઓ નવા જોબચાર્ટ મુજબ કરશે કામગીરી, મહેસૂલી કામથી રહેશે અળગા

Gandhinagar

Gandhinagar: ગુજરાતમાં પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી એટલે કે 16 ઓક્ટોબરથી પંચાયત હસ્તકના તલાટીઓ નવા જોબચાર્ટ પ્રમાણે કામગીરી કરશે. રાજ્ય સરકારની સૂચના મુજબ હવે પંચાયત તલાટીઓ માત્ર પંચાયત વિભાગને લગતી કામગીરી સંભાળશે અને મહેસૂલી કામગીરીથી અળગા રહેશે.

રાજ્ય સરકાર દ્વારા પંચાયત હસ્તકના તલાટીઓ અને મહેસૂલી કામગીરી વચ્ચે જવાબદારીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. આ માટે અગાઉ 17 ઓગસ્ટના રોજ કામગીરીનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, પંચાયત હસ્તકના તલાટીઓને 15 ઓક્ટોબર સુધી મહેસૂલી કામગીરી સંભાળવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે આ સમયમર્યાદા પૂર્ણ થતાં 16 ઓક્ટોબરથી તેઓ નવા જોબચાર્ટ મુજબ ફરજ બજાવશે.

પંચાયતલક્ષી કામગીરી પર રહેશે ધ્યાન

નવા જોબચાર્ટ મુજબ પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓ ગ્રામ પંચાયતના વહીવટ, ગ્રામ વિકાસનાં કાર્યો અને ગામમાં હાથ ધરવામાં આવતાં વિકાસલક્ષી કામો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પંચાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી કામગીરી જ તેમની મુખ્ય જવાબદારી રહેશે. બીજી તરફ, મહેસૂલી કામગીરી હવે પંચાયત તલાટીઓના કાર્યક્ષેત્રમાંથી અલગ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ તેઓ મહેસૂલી પેઢીનામું તૈયાર કરવા, જમીન મહેસૂલની વસૂલાત કરવા તેમજ મહેસૂલ વિભાગને લગતા વિવિધ નમૂનાઓ અને દસ્તાવેજોની કામગીરી નહીં કરે.

વહીવટી જવાબદારીઓનું થશે સ્પષ્ટ વિભાજન

સરકારના આ નિર્ણયથી પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગની કામગીરી વચ્ચે સ્પષ્ટ વિભાજન થશે. પંચાયત તલાટીઓ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના વહીવટ અને વિકાસનાં કામો પર વધુ ધ્યાન આપી શકશે તેવી અપેક્ષા છે. આવતીકાલથી મહેસૂલી કામગીરી નહીં કરવા અંગે પંચાયત હસ્તકના તલાટીઓને સૂચના આપવામાં આવી છે. હવે નવા જોબચાર્ટના અમલ બાદ ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી કેવી રીતે આગળ વધે છે અને બંને વિભાગ વચ્ચે સંકલન કેવી રીતે જળવાય છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. રાજ્ય સરકારના આ ફેરફારથી પંચાયત તલાટીઓની ફરજો અને જવાબદારીઓ અંગેની વ્યવસ્થામાં નવો તબક્કો શરૂ થશે.

આ પણ વાંચો: Jamnagar: ટ્રેન ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! લાલપુર-કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મળ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.