Get News Alerts

Never miss breaking news updates.

Gujarat ANTF Announces Short Film : ગુજરાતમાં ડ્રગ્સ સામે અનોખી પહેલ, શોર્ટ ફિલ્મ અને રીલ બનાવોને જીતો લાખોનું ઇનામ, નશામુક્ત ગુજરાત માટે ANTFની સ્પર્ધા

Gujarat ANTF Announces Short Film : ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા અને નશામુક્ત ભારત તથા નશામુક્ત ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવવા એન્ટી નાર્કોટિક્સ વિભાગ દ્વારા અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
Vivek Shah
Vivek ShahUpdated on: 15 Oct 2026 02:39 PM IST
Gujarat ANTF Announces Short Film : ગુજરાતમાં ડ્રગ્સ સામે અનોખી પહેલ, શોર્ટ ફિલ્મ અને રીલ બનાવોને જીતો લાખોનું ઇનામ, નશામુક્ત ગુજરાત માટે ANTFની સ્પર્ધાGujarat ANTF Announces Short Film : ગુજરાતમાં ડ્રગ્સ સામે અનોખી પહેલ, શોર્ટ ફિલ્મ અને રીલ બનાવોને જીતો લાખોનું ઇનામ, નશામુક્ત ગુજરાત માટે ANTFની સ્પર્ધા

Gujarat ANTF Announces Short Film

Gujarat ANTF Announces Short Film : આ પહેલ અંતર્ગત શોર્ટ ફિલ્મ અને સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા યોજાશે. બંને કેટેગરીમાં વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધા માટે કુલ ₹12 લાખની ઇનામ રકમ રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને બે અલગ કેટેગરીમાં પોતાની રચનાઓ રજૂ કરવાની તક મળશે. પ્રથમ કેટેગરી શોર્ટ ફિલ્મની રહેશે, જ્યારે બીજી કેટેગરીમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવી શકાશે. બંને કેટેગરી માટે અલગ-અલગ જજોની કમિટી બનાવવામાં આવશે, જે રજૂ થયેલી એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરશે.

ડ્રગ્સના દૂષણથી લઈને રિહેબિલિટેશન સુધીના વિષયો

ફિલ્મ કેટેગરીમાં વિજેતાઓને ₹1.50 લાખથી ₹2.50 લાખ સુધીનાં ઇનામ આપવામાં આવશે. જ્યારે રીલ કેટેગરીમાં વિજેતાઓ માટે ₹1 લાખથી ₹2 લાખ સુધીનાં ઇનામ રાખવામાં આવ્યાં છે. આ રીતે સર્જનાત્મક માધ્યમો દ્વારા નશામુક્તિનો સંદેશ પહોંચાડનારાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારાઓ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન, નશાની લતના સામાજિક અને વ્યક્તિગત દુષ્પરિણામો, નશામુક્તિ, રિહેબિલિટેશન અને ડ્રગ્સ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ જેવા વિષયો પર શોર્ટ ફિલ્મ અથવા રીલ બનાવી શકશે. આ પહેલનો હેતુ માત્ર ઇનામ આપવાનો નહીં, પરંતુ ફિલ્મો અને ડિજિટલ કન્ટેન્ટના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે.

ખાસ કરીને યુવાનો અને સોશિયલ મીડિયા પર સક્રિય સર્જકો પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને નશાના જોખમો અંગે અસરકારક સંદેશ આપી શકે છે.

28 ઓક્ટોબર સુધી મોકલી શકાશે એન્ટ્રી

સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ઉંમરની મર્યાદા રાખવામાં આવી નથી. એટલે કે કોઈપણ ઉંમરની વ્યક્તિ પોતાની રચના રજૂ કરી શકશે. સ્પર્ધાની એન્ટ્રી ગૂગલ ડ્રાઇવ લિંક અથવા ઇમેઇલ મારફતે મોકલી શકાશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં નશામુક્તિ અંગે જાગૃતિ વધારવા માટે આ સ્પર્ધા સર્જકોને એક નવું મંચ પૂરું પાડશે. હવે આ પહેલમાં કેટલા લોકો ભાગ લે છે અને કઈ રચનાઓ નશામુક્તિનો સંદેશ અસરકારક રીતે રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Dahod Fire Brigade Controversy : દેવગઢ બારિયા ફાયર બ્રિગેડ વિવાદમાં નવો વળાંક, પાલિકાએ મકાનમાલિકને ₹25 હજારની નોટિસ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે