Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર મનપા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારી અંગે ચર્ચા

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી....
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 05:21 PM IST
ગાંધીનગર મનપા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારી અંગે ચર્ચાગાંધીનગર મનપા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારી અંગે ચર્ચા

Gandhinagar Municipal Corporation Election

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક પણ આ ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ તબક્કા તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ અને ઉમેદવારી અંગેની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે. અગાઉ પણ પ્રદેશ ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]