ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ પ્રક્રિયા, OBC બેઠક માટે દાવેદારોનું લોબિંગ તેજ



Gandhinagar Municipal Corporation Election
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ પ્રક્રિયા, OBC બેઠક માટે દાવેદારોનું લોબિંગ તેજ



Gandhinagar Municipal Corporation Election
Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 21 સપ્ટેમ્બરના રોજ ભાજપના ત્રણ નિરીક્ષકો ગાંધીનગર મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળશે. આ દરમિયાન ખાસ કરીને OBC અનામત બેઠકો માટે દાવેદારો અને તેમના સમર્થકો દ્વારા લોબિંગ શરૂ થયું છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સેન્સ લેનારા પદાધિકારીઓ સમક્ષ પોતાની દાવેદારી અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે. ઉમેદવારી મેળવવા માટે સંભવિત દાવેદારો દ્વારા સંગઠનના નેતાઓ અને નિરીક્ષકો સમક્ષ પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.
21 સપ્ટેમ્બરે ત્રણ નિરીક્ષકો લેશે સેન્સ
ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ અનુભવી નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં પૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને દુષ્યંત પટેલનો સમાવેશ થાય છે. ત્રણેય નિરીક્ષકો દાવેદારોને સાંભળીને ઉમેદવારી અંગેની પ્રક્રિયાને આગળ ધપાવશે. ગાંધીનગર મનપાની સાથે થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે પણ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
44 બેઠકો માટે ચૂંટણી જંગ
ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામો 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,56,443 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે શહેરમાં કુલ 295 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. મતદારો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપની કવાયત તેજ
ગાંધીનગર મનપા ચૂંટણી ઉપરાંત રાજ્યમાં 3 તાલુકા પંચાયતોની પેટાચૂંટણી તથા ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવાર પસંદગી સહિતની સંગઠનાત્મક પ્રક્રિયાને વેગ આપ્યો છે. હવે 21 સપ્ટેમ્બરે યોજાનારી સેન્સ પ્રક્રિયા બાદ દાવેદારોમાંથી કોને ઉમેદવારીની તક મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





