Gandhinagar Municipal Corporation Electionમાં ભાજપના 44 ઉમેદવારોએ લીધો ‘જનસેવા સંકલ્પ’



Gandhinagar Municipal Corporation Election
Gandhinagar Municipal Corporation Electionમાં ભાજપના 44 ઉમેદવારોએ લીધો ‘જનસેવા સંકલ્પ’



Gandhinagar Municipal Corporation Election
Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપના તમામ 44 ઉમેદવારોએ સામૂહિક રીતે ‘જનસેવા સંકલ્પ’ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં 11 વોર્ડના ભાજપના ઉમેદવારોએ નાગરિકોના હિતને સર્વોપરી રાખીને શહેરના વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

વિધાનસભા સંકુલની સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના તમામ ૪૪ ઉમેદવારોએ નાગરિકોના હિતને સર્વોપરી રાખીને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌ એ નાગરિક કર્તવ્ય, બંધારણ અને નિયમોનું અનુસરણ કરવા તેમજ પંડિત દીનદયાળજીના એકાત્મ માનવદર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ રાખવાનો સંકલ્પ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા તથા વિરાસતને ગૌરવપૂર્વક આગળ વધારવાની સૌ એ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ ‘વિકસિત ભારત’ સાથે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મન-કર્મ-વચનથી તત્પર રહેવાનો સંકલ્પ લીધો હતો.

ગાંધીનગરના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રમાણિક યોગદાન આપવાની તેમજ જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા ‘નાગરિક દેવો ભવઃ’ના ભાવ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ ઉમેદવારોએ વ્યક્ત કરી હતી. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લઈને ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ ૪૪ ભાજપા ઉમેદવારોએ જનસેવાને પોતાની પ્રાથમિકતા બનાવવાનો સંકલ્પ કર્યો હતો.


આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મંત્રી અને મહાનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રીટાબેન પટેલ અને શ્રી અલ્પેશજી ઠાકોર, પ્રદેશ દ્વારા નિયુક્ત ચુંટણી ઇન્ચાર્જ શ્રી અમિતભાઈ શાહ, સહ ઇન્ચાર્જ શ્રી જતીનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





