ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારો કર્યા જાહેર



Gandhinagar Municipal Corporation Election 2026
ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારો કર્યા જાહેર



Gandhinagar Municipal Corporation Election 2026
Gandhinagar Municipal Corporation Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. મોવડી મંડળની લાંબી કસરત અને નિરીક્ષકોના અહેવાલો બાદ ભાજપે પ્રથમ તબક્કામાં 8 વોર્ડના કુલ 32 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વોર્ડવાર ઉમેદવારોના નામોની યાદી બહાર આવતાં જ ગાંધીનગર શહેરના રાજકારણમાં ભારે ચર્ચા, અફડાતફરી અને ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અનેક મહત્વપૂર્ણ રાજકીય સમીકરણો જોવા મળ્યા છે. વોર્ડ નંબર 11 માં જનરલ બેઠક હોવા છતાં ભાજપે SC ઉમેદવાર સેજલ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, જ્યારે અનુભવી પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર દાસને પણ ફરી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કામગીરીને ધ્યાને રાખીને વોર્ડ નંબર 3 માંથી અંકિત બારોટ અને વોર્ડ નંબર 5 માંથી હેમાબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપે સગાંવાદના સમીકરણ વચ્ચે પૂર્વ એમએલએ અશોક પટેલના પુત્રવધૂ તન્વી પટેલને વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે જાહેર કરેલી યાદીમાં શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજનાબેન સુરેશભાઈ મહેતા, ગૌરાંગ સુરેશભાઈ પટેલ, મહેશકુમાર નટુભાઈ ચૌધરી (મેટ્રો), મિતલબેન હાર્દિકભાઈ ખિમસુરીયા, સોનાલીબેન ઉરેનકુમાર પટેલ, અંકિત અશ્વિનભાઈ બારોટ, ઉમેશભાઈ રમેશચંદ્ર જ્હા, હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઈ દેસાઈ, કિંજલકુમાર દશરથભાઈ પટેલ, કિંજલબેન દિનેશભાઈ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઈ સુતરીયા, શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, મનીષાબેન મીતેશકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર, મેહુલભાઈ રમણભાઈ પટેલ, શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જયંતિભાઈ સદાભાઈ ડાભી અને મહેન્દ્રભાઈ પ્રહ્લાદભાઈ પટેલ (દાસ) સહિતના નામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તન્વીબેન વિશ્વેશભાઈ પટેલ, વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી, ગૌરાંગ દશરથભાઈ પટેલ, કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઈ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ અને રવિ દિનેશભાઈ પટેલના નામ પણ જાહેર કરાયા છે. આ સાથે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોની ઉમેદવારી પ્રક્રિયા આગળ વધી રહી છે. કોંગ્રેસે પણ 25 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર છે, જ્યારે ફોર્મની ચકાસણી 28 સપ્ટેમ્બરે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હવે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થતાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





