Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 101 નવી ST બસોનું લોકાર્પણ

Gandhinagar News: ગાંધીનગર બસ સ્ટેશન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 101 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી પહેલના ભાગરૂપે મહિલા કર્મચારીઓના હસ્તે બસોનું પૂજન કરાવવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha Parmar
Harsh Sanghavi 101 new GSRTC ST buses ગાંધીનગર બસ લોકાર્પણHarsh Sanghavi 101 new GSRTC ST buses ગાંધીનગર બસ લોકાર્પણ

Harsh Sanghavi 101 new GSRTC ST buses ગાંધીનગર બસ લોકાર્પણ

Gandhinagar News: ગાંધીનગર બસ સ્ટેશન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 101 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવી પહેલના ભાગરૂપે મહિલા કર્મચારીઓના હસ્તે બસોનું પૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ST કર્મચારીઓએ લીલીઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.

મહિલા કર્મચારીઓના હસ્તે બસોનું પૂજન

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કર્મચારીઓના હસ્તે નવી બસોનું પૂજન કરાવી અનોખી પહેલ કરી હતી. ગાંધીનગર બસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ST વિભાગના કર્મચારીઓએ લીલીઝંડી બતાવી બસોને રવાના કરી હતી.

અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રવિણ માળી, ધારાસભ્ય રિટાબેન પટેલ, મેયર રૂપસિંગ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ 101 નવી બસોને લોકાર્પણ બાદ માર્ગો પર દોડતી કરવા માટે રવાના કરવામાં આવી હતી. આ નવી બસોના ઉમેરાથી રાજ્યના ST બસ કાફલામાં વધારો થશે.

આ પણ વાંચો : Gold Price: ધનતેરસ પહેલાં સોનાના ભાવ રૂ.1.49 લાખની નજીક, એક વર્ષમાં રૂ.16,400નો વધારો