જન્માષ્ટમી પર મુસાફરો માટે ખાસ સુવિધા, ગાંધીનગર કેપિટલ–દ્વારકા વચ્ચે 3, 4 અને 5 સપ્ટેમ્બરે સ્પેશિયલ ટ્રેન


Gandhinagar Dwarka Janmashtami Special Train 2026
જન્માષ્ટમી પર મુસાફરો માટે ખાસ સુવિધા, ગાંધીનગર કેપિટલ–દ્વારકા વચ્ચે 3, 4 અને 5 સપ્ટેમ્બરે સ્પેશિયલ ટ્રેન


Gandhinagar Dwarka Janmashtami Special Train 2026
Gandhinagar Dwarka Janmashtami Special Train 2026: જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે અનારક્ષિત જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026ના રોજ બંને દિશામાં કુલ 6 ફેરા કરશે.
ટ્રેન નંબર 09521/09522નું સંચાલન
ટ્રેન નંબર 09521 ગાંધીનગર કેપિટલ–દ્વારકા સ્પેશિયલ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:50 કલાકે દ્વારકા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09522 દ્વારકા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ દ્વારકાથી સવારે 06:50 કલાકે ઉપડશે અને સાંજે 17:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
કયા સ્ટેશનો પર રોકાશે?
જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં અનેક મહત્વના સ્ટેશનો પર રોકાશે. તેમાં:
ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનનો સમાવેશ થાય છે.
તમામ કોચ અનારક્ષિત રહેશે
આ વિશેષ ટ્રેનમાં જનરલ કેટેગરીના તમામ અનારક્ષિત કોચ રાખવામાં આવશે. જન્માષ્ટમી દરમિયાન દ્વારકા તરફ જતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને વધતી ભીડ વચ્ચે વધારાની પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી આ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.
મુસાફરો ક્યાંથી મેળવે સંપૂર્ણ માહિતી?
ટ્રેનના સમયપત્રક, માર્ગ, સ્ટોપેજ અને કોચની રચના અંગેની વધુ વિગતો માટે મુસાફરો Indian Railways Enquiryની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે.




