Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar મનપાની ચૂંટણી પહેલા વિકાસકાર્યોની વણઝાર, શહેરીજનોને મળશે આ સુવિધા

Gandhinagar Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને એક જ દિવસમાં એકસાથે ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીએ ગાંધીનગરના શહેરી વિકાસને
Nisha Parmar
Nisha ParmarUpdated on: 12 Sep 2026 12:39 PM IST
Gandhinagar  મનપાની ચૂંટણી પહેલા વિકાસકાર્યોની વણઝાર, શહેરીજનોને મળશે આ સુવિધાGandhinagar  મનપાની ચૂંટણી પહેલા વિકાસકાર્યોની વણઝાર, શહેરીજનોને મળશે આ સુવિધા

Gandhinagar Development

Gandhinagar Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને એક જ દિવસમાં એકસાથે ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીએ ગાંધીનગરના શહેરી વિકાસને વધુ વેગ આપતી અનેક યોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. આ પહેલાં પણ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹620 કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે.

ગાંધીનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં ભાર

વિશાળ જનમેદનીને સંબોધતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગર અનેક વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ્સનું યજમાન બનતું રહ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં વિકસિત થયેલું ગિફ્ટ સિટી આજે વૈશ્વિક સ્તરે ફિનટેક હબ તરીકે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ગાંધીનગરમાં ગ્લોબલ ઈવેન્ટ્સ દરમિયાન દેશ-વિદેશમાંથી આવતા લોકો સમક્ષ શહેરની વિશેષ ઓળખ ઊભી થાય તે માટે આઈકોનિક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આઈકોનિક કામો માટે વધુ ₹48.26 કરોડની જાહેરાત

મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં કુલ ₹48.26 કરોડના નવા વિકાસકાર્યોની પણ જાહેરાત કરી હતી. વધતા ટ્રાફિક, રોડ સેફ્ટી અને ગિફ્ટ સિટી તરફની કનેક્ટિવિટી સુધારવા માટે આ કામો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ભાટ-કોટેશ્વર ક્રોસિંગ પર અંડરપાસ

ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર સતત વધી રહેલા ટ્રાફિક ભારણને પહોંચી વળવા ભાટ-કોટેશ્વર ક્રોસિંગ પર અંડરપાસના નિર્માણ માટે ₹20.76 કરોડ ફાળવવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે.

સાબરમતી બ્રિજના મજબૂતીકરણ માટે ₹12.80 કરોડ

રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી-શાહપુર તરફ જતા સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતીકરણ માટે ₹12.80 કરોડ ફાળવવામાં આવશે. ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારો સાથેની કનેક્ટિવિટી માટે આ બ્રિજ મહત્વપૂર્ણ છે.

ગિફ્ટ સિટી-PDPU જંકશનનો વિકાસ

ગિફ્ટ સિટીથી PDPU તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે ₹7.70 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી સર્કલ સુધી રોડ સેફ્ટી અને પેવરના કામો માટે ₹7 કરોડ ફાળવવામાં આવશે.

ટ્રાફિક અને કનેક્ટિવિટી પર ખાસ ફોકસ

આ નવા પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને ગાંધીનગર, એરપોર્ટ, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સુધારવા પર ભાર મૂકાયો છે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અંડરપાસ, બ્રિજ મજબૂતીકરણ, જંકશન ડેવલપમેન્ટ અને રોડ સેફ્ટીના કામો શહેરના આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Rajkotમાં જળસંકટના એંધાણ! આજી-1 અને ન્યારી-1માં પાણી ઘટ્યું, સૌની યોજના મારફતે 4000 MCFT નર્મદા નીરની માગ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.