Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabadના રાણીપમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ

Dr Babasaheb Ambedkar National Foundation Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹11.01 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ ભવ્ય...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 02:49 PM IST
Ahmedabadના રાણીપમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણAhmedabadના રાણીપમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ

Dr Babasaheb Ambedkar National Foundation Ahmedabad

Dr Babasaheb Ambedkar National Foundation Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹11.01 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ ભવ્ય સંકુલમાં આધુનિક મ્યુઝિયમ, ઈ-લાયબ્રેરી અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફાઉન્ડેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો, સંઘર્ષ અને વારસાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢીના યુવાનો ડૉ. બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે તે હેતુથી રાજ્યભરમાં વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડોદરાની સંકલ્પ ભૂમિ અને અમદાવાદના રાણીપ ખાતે આધુનિક મ્યુઝિયમ જેવા પ્રકલ્પોનું લોકાર્પણ સામાજિક સમરસતા અને સમાનતા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે સમાજ ઉત્થાન, ભવનો, શૈક્ષણિક સંકુલો અને સંસ્કૃતિ સંવર્ધન માટે ₹231 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

મ્યુઝિયમમાં પંચતીર્થના દર્શન અને બાબાસાહેબનો જીવનસંઘર્ષ જીવંત કરાયો

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાણીપ ખાતે નિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ માત્ર એક ઇમારતનું ઉદ્ઘાટન નથી, પરંતુ સમતા, સ્વતંત્રતા, બંધુતા અને સામાજિક ન્યાયના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું હતું કે, 23 સપ્ટેમ્બરના ઐતિહાસિક સંકલ્પ દિવસે આ સુવિધા રાષ્ટ્રને સમર્પિત થવી મહત્વપૂર્ણ ઘટના છે. રાજ્ય સરકાર વંચિતો અને સમાજના છેવાડાના વર્ગોના ઉત્થાન માટે સતત કાર્યરત છે.

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાણીપ ખાતે તૈયાર કરાયેલું આ ફાઉન્ડેશન, આધુનિક લાયબ્રેરી અને ઓડિટોરિયમ સંકુલ યુવાનોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે મહિલાઓને સમાન હક અને પ્રતિનિધિત્વ મળ્યું હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે ડૉ. બાબાસાહેબના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ના સૂત્રને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે આ મ્યુઝિયમને ડૉ. બાબાસાહેબના જીવનસંઘર્ષ અને વિચારોનું જીવંત કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ અને થ્રીડી ટેકનોલોજીથી સજ્જ આ સંકુલ નવી પેઢીને બાબાસાહેબના શિક્ષણ, બંધારણ ઘડતર અને સામાજિક ક્રાંતિનો સંદેશ સમજવામાં મદદરૂપ બનશે.

આધુનિક ટેકનોલોજીથી સજ્જ મ્યુઝિયમ બનશે મુખ્ય આકર્ષણ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ મ્યુઝિયમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનસંઘર્ષને વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમમાં ભીંતચિત્રો, વર્ચ્યુઅલ અનુભવ, ભાષણોની રજૂઆત, વિવિધ પ્રદર્શનીઓ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ડિજિટલ, થ્રીડી અને હાઈપર-રિયાલિટી પ્રદર્શન મુખ્ય આકર્ષણ બનશે. આ સુવિધા થકી ડૉ. બાબાસાહેબ સાથે સંકળાયેલા પંચતીર્થના પ્રસંગો તેમજ સામાજિક ન્યાયનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમની સાથે ઈ-લાયબ્રેરીનું પણ વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સફાઈ કામદારોના બાળકોને પ્રોત્સાહક સહાયનું વિતરણ

લોકાર્પણ સમારંભ દરમિયાન સફાઈ કામદાર નિગમની પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવનાર સફાઈ કામદારોનાં બાળકોને પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નરસિંહ ભગત છાત્રાલય, અમદાવાદમાં રહીને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થી વિજય કાનજીભાઈ પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ કિરીટ સોલંકી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ 23 સપ્ટેમ્બર, 1917ના રોજ વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે લીધેલા ઐતિહાસિક સંકલ્પના દિવસે જ ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ ફાઉન્ડેશન અમદાવાદના રાણીપ વિસ્તારને નવી ઓળખ આપવાની સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો, જીવનસંઘર્ષ અને સામાજિક ન્યાયના સંદેશને લોકો સુધી પહોંચાડતું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]