Get News Alerts

Never miss breaking news updates.

Cotton MSP Registration 2026: કપાસના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો 31 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે

Cotton MSP Registration 2026: રાજ્યના કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026-27 દરમિયાન કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી 31 ઓક્ટોબર, 2026 સુધી ભારતીય...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 02:59 PM IST
Cotton MSP Registration 2026: કપાસના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો 31 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશેCotton MSP Registration 2026: કપાસના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો 31 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે

Cotton MSP Registration 2026

Cotton MSP Registration 2026: રાજ્યના કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026-27 દરમિયાન કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી 31 ઓક્ટોબર, 2026 સુધી ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI)ની ‘કપાસ કિસાન’ એપ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસ પકવતા ખેડૂતોને સમયમર્યાદામાં નોંધણી કરાવી ટેકાના ભાવ હેઠળની ખરીદીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

કપાસ માટે ટેકાના ભાવ કેટલા?

ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કપાસ માટે નીચે મુજબના ભાવ નક્કી કરવામાં આવ્યા છે:

  • લંબતારી કપાસ: ₹8,667 પ્રતિ ક્વિન્ટલ

  • મધ્યમ તારી કપાસ: ₹8,267 પ્રતિ ક્વિન્ટલ

આ ભાવ હેઠળ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવામાં આવશે.

‘કપાસ કિસાન’ એપ પર કેવી રીતે મળશે માહિતી?

‘કપાસ કિસાન’ એપ પર નોંધણી કરાવવાથી ખેડૂતોને ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ, ખરીદી કેન્દ્રોની વિગતો અને અન્ય સંબંધિત માહિતી સરળતાથી મળી શકશે. ખેડૂતો ખરીદી કેન્દ્રો અને MSP સંબંધિત વધુ માહિતી માટે ભારતીય કપાસ નિગમ (CCI)ની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છે. નોંધણીમાં સહાય માટે ખેડૂતો વોટ્સએપ નંબર +91 9428237246 પર સંપર્ક કરી શકે છે.

ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા અપીલ

રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસ પકવતા તમામ ખેડૂતોને ટેકાના ભાવે કપાસ વેચાણનો મહત્તમ લાભ મેળવવા માટે 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ‘કપાસ કિસાન’ એપ પર સત્વરે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]