ધરતીનો સાદ-કિસાન સંવાદ’ હેઠળ ભાજપા કિસાન મોરચાનો રાજ્યવ્યાપી પ્રવાસ, ગામડાં સુધી પહોંચશે સંગઠન



BJP Kisan Morcha Gujarat Kisan Samvad
ધરતીનો સાદ-કિસાન સંવાદ’ હેઠળ ભાજપા કિસાન મોરચાનો રાજ્યવ્યાપી પ્રવાસ, ગામડાં સુધી પહોંચશે સંગઠન



BJP Kisan Morcha Gujarat Kisan Samvad
BJP Kisan Morcha Gujarat Kisan Samvad: ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાતની પ્રદેશ બેઠક મંગળવારે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાઈ હતી. રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ભાજપા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાના નેતૃત્વમાં આગામી કાર્યક્રમોની કાર્યયોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અધ્યક્ષો, જિલ્લા મહામંત્રીઓ તથા વિવિધ સેલના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.

‘ધરતીનો સાદ-કિસાન સંવાદ’ હેઠળ રાજ્યવ્યાપી પ્રવાસ
બેઠકમાં ‘ધરતીનો સાદ-કિસાન સંવાદ’ અંતર્ગત કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાના રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન વિવિધ જિલ્લાઓ, મહાનગરો અને ગામડાઓમાં સંગઠનાત્મક બેઠકો યોજાશે. સાથે જ લાભાર્થી ખેડૂતોની મુલાકાત, સહકારી ક્ષેત્ર સાથે સંવાદ, પ્રગતિશીલ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંપર્ક તેમજ કૃષિ સાહસિકો અને કૃષિ ક્ષેત્રની સંસ્થાઓ સાથે સંવાદ કરવામાં આવશે.

ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા પર ભાર
બેઠક દરમિયાન કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામ્ય ક્ષેત્રને લગતા કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ નિર્ણયો અંગે ભાજપા કિસાન મોરચા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સરકારની કૃષિ અને ખેડૂત કલ્યાણની યોજનાઓની માહિતી તથા તેનો લાભ ખેડૂતો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંગઠનાત્મક સંપર્ક મહત્વપૂર્ણ છે. કિસાન મોરચાના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે સતત સંવાદ જાળવી તેમની સમસ્યાઓ, સૂચનો અને અનુભવોને યોગ્ય સ્તર સુધી પહોંચાડે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રદેશથી ગામ સુધી સંગઠનાત્મક સંકલન વધારાશે
કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરતભાઈ પંડ્યાએ પ્રદેશથી જિલ્લા, મંડળ અને ગામ સુધી સંગઠનની સક્રિયતા વધારવા તથા વિવિધ સેલ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. કાર્યક્રમોની સાથે સતત સંપર્ક, અનુસરણ અને સંગઠનાત્મક સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની કાર્યયોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, ખેડૂત સાથે સીધો સંપર્ક, નવી પેઢીને કૃષિ સાથે જોડવી, પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે સંવાદને આગામી કામગીરીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
પ્રાકૃતિક ખેતી અને યુવા કૃષિ ઉદ્યોગસાહસિકતા પર ભાર
બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા સેલ દ્વારા ‘મન કી બાત, પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ મારફતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યવ્યાપી જાગૃતિ અને સંવાદની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી. એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને કૃષિ, આધુનિક ટેકનોલોજી અને કૃષિ આધારિત ઉદ્યોગસાહસિકતાની તકો સાથે જોડવાનો ઉદ્દેશ રજૂ કરવામાં આવ્યો હતો.
લાભાર્થી સંપર્ક સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે
આગામી સમયમાં ‘નમો કિસાન લાભાર્થી સંપર્ક અભિયાન’ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ‘ચાલો ભેરું ગામડે’, ‘ખેડૂત પુત્રી સન્માન’, ‘કૃષિ હેકાથોન-આઈડિયા એક્સચેન્જ’, ‘કિસાન ડિજિટલ હેલ્પલાઇન’ અને ‘કિસાન ગ્લોબલ કનેક્ટ’ જેવા વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવાની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી. કિસાન મોરચા દ્વારા સંગઠનાત્મક કામગીરી સાથે ખેડૂતો સાથે સીધો અને સતત સંપર્ક વધારવા તથા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ વર્ગોને સંગઠનાત્મક અને રચનાત્મક કાર્યક્રમો સાથે જોડવા પર આગામી સમયમાં ભાર મૂકવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





