Get News Alerts

Never miss breaking news updates.

SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પર ભાજપના પ્રહાર, અનિલ પટેલે રાહુલ ગાંધીના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Anil Patel Rahul Gandhi SIR Statement: દિલ્હીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે...
R Gajjar
R GajjarUpdated on: 09 Oct 2026 06:44 PM IST
SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પર ભાજપના પ્રહાર, અનિલ પટેલે રાહુલ ગાંધીના વર્તન પર ઉઠાવ્યા સવાલSIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પર ભાજપના પ્રહાર, અનિલ પટેલે રાહુલ ગાંધીના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Anil Patel Rahul Gandhi SIR Statement

Anil Patel Rahul Gandhi SIR Statement: દિલ્હીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાના વર્તન અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસને સત્તા પ્રાપ્ત ન થતાં તેઓ હતાશામાં મૂકાયા છે. તેમના મતે, SIRના મુદ્દાને આગળ ધરીને કોંગ્રેસ રાહુલ ગાંધીને ફરીથી રાજકીય રીતે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધીના વર્તનને શરમજનક ગણાવ્યું

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે રાહુલ ગાંધીના મહિલા પોલીસકર્મી અને કાશ્મીરી યુવક સાથેના કથિત અભદ્ર વર્તન અંગે ટિપ્પણી કરતાં તેને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાનું વર્તન જોઈને નાગરિકો આશ્ચર્યચકિત થયા છે.

કોંગ્રેસ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

ડૉ. અનિલ પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે SIRના મુદ્દે વિરોધ કરીને દેશને ગેરમાર્ગે દોરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દાનો ઉપયોગ રાહુલ ગાંધીને ફરી રાજકીય રીતે રજૂ કરવા માટે કરી રહી છે, જેના કારણે દેશનું અહિત થઈ રહ્યું છે.

લાંબા સમયથી સત્તાથી દૂર રહેતાં કોંગ્રેસ હતાશ: ભાજપ

કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતાં ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 12 વર્ષથી અને અનેક રાજ્યોમાં સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. તેમના મતે, આ સ્થિતિને કારણે કોંગ્રેસના નેતાઓ હતપ્રભ થઈ ગયા છે. દિલ્હીમાં SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ડૉ. અનિલ પટેલના આ નિવેદનથી ગુજરાતમાં પણ આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ વેગ પકડે તેવી શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]