Get News Alerts

Never miss breaking news updates.

Gujarat સંગઠન માળખામાં ફેરફાર: ભીખુભાઇ દલસાણીયા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે પટનામાં જવાબદારી સંભાળશે

Gujarat BJP Organizational Reshuffle: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સંગઠનાત્મક માળખામાં મોટો ફેરફાર કરતાં દેશભરમાં 24 પદાધિકારીઓની નવી જવાબદારીઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ગુજરાત ભાજપને પણ મહત્વની નવી જવાબદારીઓ મળી...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 04:45 PM IST
Gujarat સંગઠન માળખામાં ફેરફાર: ભીખુભાઇ દલસાણીયા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે પટનામાં જવાબદારી સંભાળશેGujarat સંગઠન માળખામાં ફેરફાર: ભીખુભાઇ દલસાણીયા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે પટનામાં જવાબદારી સંભાળશે

Gujarat BJP Organizational Reshuffle

Gujarat BJP Organizational Reshuffle: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સંગઠનાત્મક માળખામાં મોટો ફેરફાર કરતાં દેશભરમાં 24 પદાધિકારીઓની નવી જવાબદારીઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ગુજરાત ભાજપને પણ મહત્વની નવી જવાબદારીઓ મળી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી યાદી મુજબ રત્નાકર ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે યથાવત રહેશે, જ્યારે અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી તરફ, ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળનારા ભીખુભાઈ દલસાણિયાને બિહારના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમનું કેન્દ્ર પટણા રહેશે. ભાજપની નવી જાહેરાત મુજબ બિહારમાં તેઓ સંગઠન મહામંત્રી તરીકે કામગીરી કરશે. ભીખુભાઈ દલસાણિયા 1997થી ગુજરાત ભાજપમાં સંગઠન સાથે જોડાયેલા રહ્યા છે. લાંબા સમય સુધી ગુજરાતમાં સંગઠનનું કામ સંભાળ્યા બાદ હવે તેમને બિહારમાં નવી જવાબદારી આપવામાં આવી છે. તેમના સ્થાને અગાઉ બિહારની જવાબદારી સંભાળનારા રત્નાકર ગુજરાતમાં સંગઠન મહામંત્રી તરીકે કાર્યરત રહેશે. રત્નાકરને હવે દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

સતીશ ધોન્ડની પણ ગુજરાતમાં મહત્વની જવાબદારી

ભાજપની જાહેરાતમાં સતીશ ધોન્ડને મહારાષ્ટ્રના સ્ટેટ જોઈન્ટ જનરલ સેક્રેટરી (ઓર્ગેનાઇઝેશન) ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જનજાતિ સંપર્કની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંતર્ગત તેઓ આદિવાસી વિસ્તારોમાં સંગઠનાત્મક સંપર્ક અને કામગીરી પર ધ્યાન આપશે. આ ઉપરાંત વી. સતીશને SC અને ST મોરચા તેમજ સંસદીય કાર્યાલયના સંગઠક તરીકે દિલ્હીમાં જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપના સંગઠન માળખામાં નવી વ્યવસ્થા

ગુજરાતમાં અરુણ બીનાડીની સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ સાથે સંગઠનના માળખામાં વધુ એક મહત્વની જવાબદારી ઉમેરાઈ છે. રત્નાકર ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવની જવાબદારી સંભાળશે, જ્યારે અરુણ બીનાડી ગુજરાતમાં સંગઠનના કામમાં સહયોગ આપશે. ભાજપે જાહેર કરેલી 24 નિયુક્તિઓમાં વિવિધ રાજ્યો અને સંગઠનાત્મક ક્ષેત્રો માટે સ્ટેટ જનરલ સેક્રેટરી, જોઈન્ટ જનરલ સેક્રેટરી અને સંગઠકોની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પાર્ટી મુજબ આ તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભીખુભાઈ દલસાણિયાએ શું કહ્યું?

નવી જવાબદારી બાદ ભીખુભાઈ દલસાણિયાએ ગુજરાત ભાજપમાં 1997થી લાંબા સમય સુધી ફરજ બજાવવાનો અવસર મળ્યો તે બદલ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે હવે બિહારમાં નવી જવાબદારી સાથે કાર્ય કરવાની વાત કરી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]