Seva Jyoti Yatra 2026: આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા



Dang Seva Jyoti Yatra 2026
Seva Jyoti Yatra 2026: આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા



Dang Seva Jyoti Yatra 2026
Dang Seva Jyoti Yatra 2026: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વિકસિત ભારત@2047’ના નિર્માણ માટે પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ સામૂહિક સંકલ્પ લીધો હતો.

સેવા જ્યોત પ્રગટાવી યાત્રાનો પ્રારંભ
સંકલ્પ બાદ મહાનુભાવોના હસ્તે સેવા જ્યોત પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ ‘સેવા જ્યોતિ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રા રંગઉપવન સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં નાગરિકો તેમાં જોડાયા હતા. માર્ગમાં ગ્રામજનો તેમજ વેપારીઓએ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
કાર્યક્રમ દરમિયાન આયોજિત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પ સાથે સેવા અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





