Dahod Advocate Strike: ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં દાહોદમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ



Dahod Advocate Strike
Dahod Advocate Strike: ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં દાહોદમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ



Dahod Advocate Strike
Dahod Advocate Strike: ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લાના વકીલો હડતાલ પર ઉતર્યા છે. હડતાલના ભાગરૂપે દાહોદ કોર્ટ ખાતેથી વકીલો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’નો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિધેયકના વિરોધમાં વકીલોમાં રોષ
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં ન્યાયતંત્ર સાથે જોડાયેલા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશને પગલે દાહોદ જિલ્લા વકીલ મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે.

દાહોદ જિલ્લાની કોર્ટોમાં ન્યાયિક કામગીરી પર અસર
વકીલોની હડતાલના કારણે દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં ન્યાયિક કામગીરીને અસર થઈ છે. કોર્ટની કામગીરી માટે દૂર-દૂરથી આવતા અસીલો અને પક્ષકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલ મંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી વિવાદિત વિધેયક પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. વકીલો દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ સાથે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




