Get News Alerts

Never miss breaking news updates.

CM Bhupendra Patelના 'નારીને ન્યાય' અભિગમનું જિલ્લા-તાલુકા બાદ ગામ સુધી વિસ્તરણ, ગ્રામ્ય કક્ષાએ પણ શરૂ થશે નારી અદાલત

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ‘નારીને ન્યાય’ અભિગમને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયત્ન કરી રહી છે અને આજે કડીમાં ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરાશે.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 09:38 AM IST
CM Bhupendra Patelના 'નારીને ન્યાય' અભિગમનું જિલ્લા-તાલુકા બાદ ગામ સુધી વિસ્તરણ, ગ્રામ્ય કક્ષાએ પણ શરૂ થશે નારી અદાલતCM Bhupendra Patelના 'નારીને ન્યાય' અભિગમનું જિલ્લા-તાલુકા બાદ ગામ સુધી વિસ્તરણ, ગ્રામ્ય કક્ષાએ પણ શરૂ થશે નારી અદાલત

Gujarat

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ‘નારીને ન્યાય’ અભિગમને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયત્ન કરી રહી છે અને આજ કડીમાં જિલ્લા અને તાલુકા કક્ષાબાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકારની મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે ન્યાય અને સશક્તિકરણની દિશામાં મહત્વની પહેલ તરીકે રાજ્ય સરકારે ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાયોગિક ધોરણે આવી નારી અદાલતો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રયાસને મિશન શક્તિ સાથે જોડવામાં આવ્યો

આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કે 10 આદિજાતિ જિલ્લાઓની કુલ 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે. ખાસ બાબત એ છે કે પસંદ કરાયેલી તમામ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ નારી અદાલતની પહેલ આગળ વધશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને લગતા પ્રશ્નો ગ્રામ્ય કક્ષાએ જ સાંભળવાની અને ઉકેલ તરફ આગળ વધવાની વ્યવસ્થા ઊભી કરવાના આ પ્રયાસને મિશન શક્તિ સાથે જોડવામાં આવ્યો છે.

10 ગ્રામ પંચાયતોની પસંદગી કરવાની દરખાસ્ત

નોંધનીય છે કે અગાઉ ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 10 નારી અદાલતો શરૂ કરવાની નવી બાબતને પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્યમાં વર્ષ 2012-13માં તે વખતના મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી અદાલતોની શરુઆત કરાવી હતી અને હાલમાં રાજ્યમાં જિલ્લા-તાલુકા કક્ષાએ 270 જેટલી નારી અદાલતો કાર્યરત છે. આ અદાલતોમાં અત્યાર સુધી આવેલા 45,000 કેસોમાંથી 44,800 એટલે કે 99 ટકાથી વધુ કેસોનો નિકાલ કે સમાધાન કરવામાં આવ્યું. આમ જિલ્લા-તાલુકા કક્ષાએ મળેલી ભારે સફળતા બાદ હવે રાજ્ય સરકાર આ કૉન્સેપ્ટને ગ્રામ્ય કક્ષાએ લઈ જઈ રહી છે.

ગ્રામ પંચાયતોની પસંદગીમાં આદિજાતિ જિલ્લાઓને પ્રાથમિકતા

રાજ્ય સરકાર દ્વારા નારી અદાલત માટે પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં આદિજાતિ જિલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે કે જેથી આદિજાતિ સમુદાયની મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ ઝડપી ન્યાય મળી શકે. પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને ચીકદા પંચાયતો, દાહોદની સિંગવડ, લીમડી અને કાળીયા પંચાયતો, મહિસાગરની કોઠંબા પંચાયત, છોટા ઉદેપુરની કદવાલ પંચાયત, વાવ-થરાદની રાધાનેસડા પંચાયત, અરવલ્લીની શામળપુર પંચાયત તથા બનાસકાંઠા જિલ્લાની જલોદા પંચાયતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Navsari: ગણદેવીમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો, 4થી 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.