CM Bhupendra Patel Dahod Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 72 કલાકનો આદિવાસી વિસ્તાર પ્રવાસ, ગરબાડાનાં ગામોમાં પરિવાર સાથે ભોજન અને રાત્રિ રોકાણ કરશે


CM Bhupendra Patel Dahod Garbada tribal visit આદિવાસી પ્રવાસ
CM Bhupendra Patel Dahod Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 72 કલાકનો આદિવાસી વિસ્તાર પ્રવાસ, ગરબાડાનાં ગામોમાં પરિવાર સાથે ભોજન અને રાત્રિ રોકાણ કરશે


CM Bhupendra Patel Dahod Garbada tribal visit આદિવાસી પ્રવાસ
CM Bhupendra Patel Dahod Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર દરમિયાન દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાનાં અંતરિયાળ ગામોની ત્રણ દિવસીય મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આદિવાસી પરિવારો સાથે સીધો સંવાદ કરશે, તેમના ઘરે બેસીને પરંપરાગત ભોજન લેશે અને રાત્રિ રોકાણ પણ કરશે. ગ્રામજનોની સમસ્યાઓ, સ્થાનિક જરૂરિયાતો અને વિકાસલક્ષી રજૂઆતોને નજીકથી સમજવાના હેતુથી આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરબાડાથી શરૂ થશે ત્રણ દિવસનો પ્રવાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 નવેમ્બર, બુધવારથી પોતાના પ્રવાસની શરૂઆત ગરબાડા ખાતેથી કરશે. અહીં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓ ત્રણ દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે. ત્યારબાદ ગરબાડા તાલુકાનાં વિવિધ અંતરિયાળ ગામોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે મુલાકાત અને સંવાદ કરશે.
આદિવાસી પરિવારોના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ
આ પ્રવાસની સૌથી વિશેષ બાબત એ છે કે મુખ્યમંત્રી ત્રણેય દિવસ સામાન્ય આદિવાસી પરિવારોના ઘરે જશે. તેમની સાથે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લેશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન સ્થાનિક લોકોની રહેણી-કરણી, જીવનશૈલી, રોજિંદી મુશ્કેલીઓ અને ગામડાંની વાસ્તવિક પરિસ્થિતિને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.
ગ્રામજનો સાથે સીધો સંવાદ અને લોકસમસ્યાઓની રજૂઆત
મુખ્યમંત્રીનો આ પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાત પૂરતો મર્યાદિત નથી. તેઓ ગ્રામીણ સ્તરના કાર્યકર્તાઓ અને આદિજાતિ સમાજના લોકો સાથે બેસીને વાતચીત કરશે. ગ્રામજનોની સમસ્યાઓ, સરકારી યોજનાઓના લાભ, સ્થાનિક સુવિધાઓ અને વિકાસકાર્યો અંગેની રજૂઆતો સાંભળશે. આ અભિગમથી વહીવટી તંત્ર સુધી ગામડાંના લોકોનો અવાજ સીધો પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આદિવાસી ભજન મંડળીઓના ભજન-કીર્તનનું શ્રવણ
મુખ્યમંત્રી જ્યાં રાત્રિ રોકાણ કરશે ત્યાં સ્થાનિક પરંપરાગત આદિવાસી ભજન મંડળીઓ દ્વારા ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ આદિવાસી સમાજના આસ્થાકેન્દ્ર સમાન બાબા ધોડાજા દેવમંદિરમાં દર્શન અને પૂજન પણ કરશે.
ધાનપુરમાં વિકાસકાર્યોની સમીક્ષા
72 કલાકના આદિજાતિ વિસ્તારના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ધાનપુર તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગો સાથે બેઠક કરીને વિકાસકાર્યોની સમીક્ષા કરશે. આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા કામો, સરકારી યોજનાઓની અમલવારી અને સ્થાનિક જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવશે.
દાહોદની સરકારી લાયબ્રેરીમાં બાળકો-યુવાનો સાથે સંવાદ
ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ તબક્કામાં મુખ્યમંત્રી સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી અને વાંચનાલયની મુલાકાત લેશે. અહીં તેઓ બાળકો અને યુવાનો સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. ત્યારબાદ 20 નવેમ્બર, શુક્રવારે બપોર બાદ ગાંધીનગર પરત ફરશે.
આ પ્રવાસ દ્વારા મુખ્યમંત્રીનો પ્રયાસ સરકારી કચેરીઓની બહાર નીકળીને સીધા ગામડાંના લોકો સુધી પહોંચવાનો અને તેમની વચ્ચે રહીને તેમની વાસ્તવિક સમસ્યાઓ સમજવાનો છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ આદિવાસી ગામોમાં રોકાશે




