Get News Alerts

Never miss breaking news updates.

Chhota Udaipur : વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું કામ! નસવાડી-કવાંટ રોડની કામગીરી સામે સવાલ

Chhota Udaipur જિલ્લાના નસવાડી-કવાંટ રોડ પર વરસતા વરસાદ વચ્ચે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 18 Sep 2026 12:45 PM IST
Chhota Udaipur : વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું કામ! નસવાડી-કવાંટ રોડની કામગીરી સામે સવાલChhota Udaipur : વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું કામ! નસવાડી-કવાંટ રોડની કામગીરી સામે સવાલ

Chhota Udaipur Road Work

Chhota Udaipur : વરસાદ દરમિયાન માર્ગ પર ડામરનો માલ પાથરીને ખાડા પૂરવાની કામગીરી થતી જોવા મળતાં આ કામગીરીની પદ્ધતિ અને ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. નસવાડીથી કવાંટ તરફ જતા માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડેલા હોવાની ફરિયાદો વચ્ચે તેને પૂરવા માટે રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે જે સમયે કામગીરી ચાલી રહી હતી ત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ વચ્ચે ડામરનો માલ પાથરાતો હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર કામગીરી ચર્ચામાં આવી છે.

છોટાઉદેપુરમાં વરસાદ વચ્ચે રોડ રિપેરિંગ

સ્થાનિક લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે વરસાદી વાતાવરણમાં આ પ્રકારની રોડ રિપેરિંગ કામગીરી કરવામાં આવે તો તેની ગુણવત્તા અને ટકાઉપણું કેટલું રહેશે? માર્ગના કામ માટે લાગુ પડતી પ્રક્રિયા અને સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વરસતા વરસાદમાં ખાડા પૂરવા માટે ડામરનો માલ પાથરવાથી કરવામાં આવેલું કામ લાંબા સમય સુધી ટકી શકે કે નહીં તે અંગે શંકા છે. કેટલાક સ્થાનિકોએ સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

આ મામલે સ્ટેટ R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, રસ્તાની મરામતનું કામ યોગ્ય સમયે અને યોગ્ય પ્રક્રિયા સાથે કરવામાં આવે તો માર્ગની ગુણવત્તા જાળવી શકાય.

સ્થાનિકોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

વરસાદી માહોલમાં રોડ રિપેરિંગના વીડિયોને કારણે હવે સંબંધિત તંત્ર પાસેથી સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. કામગીરી કયા ધોરણો હેઠળ કરવામાં આવી રહી છે, ઉપયોગમાં લેવાયેલા ડામર અને અન્ય સામગ્રીની ગુણવત્તા કેવી છે તથા કામ કેટલા સમય સુધી ટકશે તેવા સવાલો સામે આવી રહ્યા છે. જોકે, વરસાદમાં ડામર પાથરવાની કામગીરી અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. તંત્ર તરફથી આ કામગીરી અંગે કોઈ સ્પષ્ટ જવાબ અથવા કારણ સામે આવે ત્યાર બાદ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે.

હાલમાં નસવાડી-કવાંટ રોડ પર ચાલી રહેલી કામગીરીનો વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. લોકો માર્ગની કામગીરીમાં ગુણવત્તા જળવાય અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તેવી માગ કરી રહ્યા છે. હવે મુખ્ય સવાલ એ છે કે વરસાદ વચ્ચે કરવામાં આવેલી આ રોડ રિપેરિંગ કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણાની જવાબદારી કોણ લેશે? તેમજ R&B વિભાગ દ્વારા આ મામલે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર રહેશે.

આ પણ વાંચો : Dahod માં મેઘરાજાની ફરી એન્ટ્રી, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે