Botad Online Gaming Case: ઓનલાઈન મની ગેમિંગ કેસમાં વધુ એક આરોપીને LCB પોલીસે ઝડપ્યો, 30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

Botad Online Gaming Case: બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ અને જુગારના નેટવર્ક સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Botad Online Gaming Case NewsBotad Online Gaming Case News

Botad Online Gaming Case News

Botad Online Gaming Case: બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ અને જુગારના નેટવર્ક સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઓનલાઈન મની ગેમિંગ કેસમાં બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટાટમ ગામના પ્રકાશભાઈ સાંકળિયાને ઝડપી પાડતા સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી છે.

ડોમેન ખરીદીને ઈન્ટરનેટના માધ્યમથી મની ગેમિંગ પોર્ટલ શરૂ કરવામાં આવતા

મળતી માહિતી મુજબ, આરોપીઓ દ્વારા ઓનલાઈન જુગાર અને મની ગેમિંગ માટે અલગ-અલગ વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરીને ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ માટે ડોમેન ખરીદીને ઈન્ટરનેટના માધ્યમથી મની ગેમિંગ પોર્ટલ શરૂ કરવામાં આવતા હતા. આ પોર્ટલ મારફતે ઓનલાઈન નાણાંની લેવડદેવડ કરવામાં આવતી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.

બેન્ક ખાતાની નવ પાસબુક અને આઠ ચેકબુક જપ્ત

પોલીસની પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા લોકો દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાંની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. દરોડા અને તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, એક લેપટોપ, અલગ-અલગ બેન્ક ખાતાની નવ પાસબુક અને આઠ ચેકબુક સહિત કુલ અંદાજે 30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણો અને બેન્ક સંબંધિત દસ્તાવેજોના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તપાસનો ધમધમાટ શરૂ

આ કેસમાં તપાસ દરમિયાન અન્ય ચાર શખ્સોના નામ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બોટાદ LCB દ્વારા આ ચારેય શખ્સોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ અને જુગારના નામે ચાલતા ગેરકાયદેસર નાણાકીય નેટવર્ક સામે બોટાદ પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર સિન્ડિકેટની કામગીરી, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Dahod Fire News: લીમખેડાના હાથીધરામાં ફટાકડાના કારણે ભીષણ આગ, ભરવાડ ફળિયામાં પાંચથી વધુ કાચાં મકાનો ઝપેટમાં