Get News Alerts

Never miss breaking news updates.

Ganesh Visarjan: ‘ગણપતિ બાપ્પા મોરયા’ના ગગનભેદી જયઘોષ સાથે વડોદરામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ

Ganesh Visarjan: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આતિથ્ય માણવા પધારેલા ગણપતિ બાપ્પાને હવે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની સાથે શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 25 Sep 2026 04:25 PM IST
Ganesh Visarjan: ‘ગણપતિ બાપ્પા મોરયા’ના ગગનભેદી જયઘોષ સાથે વડોદરામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓGanesh Visarjan: ‘ગણપતિ બાપ્પા મોરયા’ના ગગનભેદી જયઘોષ સાથે વડોદરામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ

Ganesh Visarjan

Ganesh Visarjan: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આતિથ્ય માણવા પધારેલા ગણપતિ બાપ્પાને હવે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં ‘ગણપતિ બાપ્પા મોરયા... પૂઢચ્યા વરસી લવકરીયા’ના ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે. ઢોલ-નગારાના તાલ, ડીજેના સંગીત, અબિલ-ગુલાલની છોળો અને ભારે આતશબાજી વચ્ચે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે.

શહેરમાં વિસર્જન યાત્રાઓનો માહોલ

ગણેશજીની વિસર્જન યાત્રાઓ દરમિયાન માર્ગો પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીજીની મૂર્તિઓ સાથે વિસર્જન સ્થળો તરફ જઈ રહ્યા છે. બાપ્પાની વિદાય સમયે ભક્તો દ્વારા ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નારા લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી રહ્યા છે.

12 કૃત્રિમ તળાવોમાં થશે વિસર્જન

શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના કુલ 12 કૃત્રિમ તળાવોમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.

ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે સતત સાતમા વર્ષે આયોજન

ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ઈલોરા પાર્ક ખાતે શ્રીજીના વિસર્જન માટે સતત સાતમા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. અહીં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અહીં 2,000થી વધુ શ્રીજીની મૂર્તિઓના વિસર્જનનું આયોજન છે.

વિસર્જન સમયે ભક્તો થયા ભાવુક

બાપ્પાની વિદાયની ક્ષણે ભક્તોમાં એક તરફ ઉત્સાહ તો બીજી તરફ ભાવુકતા જોવા મળી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરે અને વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલા શ્રીજીને હવે ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. ભક્તો આગામી વર્ષે બાપ્પા ફરી પધારે તેવી પ્રાર્થના સાથે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે.

હરણી-સમા લિંક રોડ, હરણી અને ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ઈલોરા પાર્ક સહિતના સ્થળોએ ગણેશજીની વિસર્જન યાત્રાઓ અને વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો : Bhavnagarમાં બાળકના રડવાના અવાજ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું સંવેદનશીલ વલણ, કહ્યું- 'બાળક છે, રડવાનું જ છે'

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.