Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના, માયાભાઈ આહિરે યજ્ઞમાં અર્પી આહુતિ

Bhavnagar : શ્રાવણ માસ દરમિયાન બોરડા ગામે ભક્તિ, લોકસાહિત્ય અને સનાતન પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Sep 2026 10:15 AM IST
Bhavnagar : મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના, માયાભાઈ આહિરે યજ્ઞમાં અર્પી આહુતિBhavnagar : મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના, માયાભાઈ આહિરે યજ્ઞમાં અર્પી આહુતિ

Bhavnagar

Bhavnagar : ગોહિલવાડ અને સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં લોકસાહિત્ય અને સંસ્કૃતિના ગાન માટે જાણીતા માયાભાઈ આહિર દ્વારા શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા શિવ ઉપાસના કરવામાં આવી રહી છે.

બોરડા ગામે ચાલી રહેલા આ ધાર્મિક ઉપક્રમમાં સનાતન શાસ્ત્ર પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે. શ્રી ગજાનંદભાઈ શુકલજી તેમજ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞવિધિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન શિવ ઉપાસના સાથે શક્તિ વંદના તથા શ્રીકૃષ્ણ વંદનાનો પણ આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે.

માયાભાઈ આહિરની શ્રાવણ સાધના

માયાભાઈ આહિર શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન પરમતત્વની સનાતન ઉપાસના સાથે જોડાયેલા રહે છે. બોરડા ગામે ચાલી રહેલી આ સાધનામાં સૌના કલ્યાણની ભાવના સાથે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે છેલ્લા 13 વર્ષથી માયાભાઈ આહિર પોતાના વતન બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આ સનાતન પરંપરા અંતર્ગત યજ્ઞ આહુતિ અર્પણ કરતા આવ્યા છે.

સમય સાથે આ ધાર્મિક ઉપક્રમ ભક્તો અને શુભેચ્છકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યજ્ઞ અને શિવ ઉપાસનાના આ ધાર્મિક કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક તેમજ કળાક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી યજ્ઞ નારાયણના દર્શનનો લાભ લેતા રહે છે.

શ્રાવણમાં સનાતન સંસ્કૃતિનો મહિમા

લોકસાહિત્ય અને સંસ્કૃતિના ગાન સાથે આધ્યાત્મિક સાધનાને જોડવાનો આ પ્રયાસ સનાતન પરંપરાના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં મંત્રોચ્ચાર, યજ્ઞ આહુતિ અને શિવ આરાધનાના કારણે બોરડા ગામમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે.

આ સમગ્ર ઉપક્રમમાં ભક્તિ સાથે સૌના કલ્યાણ અને સુખ-શાંતિની ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શિવ ઉપાસના ઉપરાંત શક્તિ અને શ્રીકૃષ્ણ વંદનાના માધ્યમથી ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની વિવિધ ધારાઓને પણ ઉજાગર કરવામાં આવી રહી છે. આ રીતે બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી આ સનાતન પરંપરા માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતી સીમિત ન રહી, પરંતુ લોકસાહિત્ય, સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિકતાના સંગમરૂપે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચો : Gir Somnath માં વરસાદ ખેંચાયો, મગફળીનો પાક સુકાયો! ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.