Get News Alerts

Never miss breaking news updates.

HPV Vaccination : કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન

HPV Vaccination રસીકરણમાં ગુજરાત પ્રથમ સ્થાને, ગુજરાતની દિકરીઓને મળ્યું કેન્સર સામેનું મજબૂત સુરક્ષા કવચ : પ્રફુલ પાનશેરીયા.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Sep 2026 09:23 AM IST
HPV Vaccination : કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્નHPV Vaccination : કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન

HPV Vaccination

HPV Vaccination : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાના 2.72 લાખ ડોઝ ફાળવાયા; 31 ડિસેમ્બર 2026 સુધી દર મહિને 14 વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને વિનામૂલ્યે અપાશે રસીકરણનો લાભ

6 લાખ દીકરીઓને કેન્સર સામે કવચ!

ગુજરાત સરકાર રાજ્યની દિકરીઓના સુદૃઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સ્ત્રીઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી પણ વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ-HPV રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે HPV રસીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર કામગીરી કરી છે. ગુજરાતની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ 2,72,000 HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં દર મહિને 14 વર્ષ પૂર્ણ કરતી તમામ કિશોરીઓને HPV રસી આપવામાં આવશે.

14 વર્ષની દીકરીઓ માટે ફ્રી રસી!

મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ સેવા તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો તેમજ તમામ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. વધુમાં, રાજ્યમાં આટલા વિશાળ સ્તરે રસીકરણ પૂર્ણ થયું હોવા છતાં આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી, જે આ રસીની ગુણવત્તા સલામતી અને અસરકારકતાની સાબિતી આપે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના 14 વર્ષની દીકરીઓને નિરોગી જીવન માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને કેન્સર સામેનું આ સુરક્ષા કવચ અવશ્ય અપાવે.

આ પણ વાંચો : Gujarat Police Traffic Drive : રાજયવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.