Gujarat Police Traffic Drive : રાજયવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો



Gujarat Police Traffic Drive
Gujarat Police Traffic Drive : રાજયવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો



Gujarat Police Traffic Drive
Gujarat Police Traffic Drive : હાઇવે અને મુખ્ય માર્ગો પર એક મહિનામાં ગેરકાયદેસર પાર્કિંગ સામે 36 હજારથી વધુ કેસોમાં કાર્યવાહી કરાઈ છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આગામી તા.14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશના આદેશ આપ્યા હતા.
અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક ડ્રાઈવ
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે.
તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તા. 1 લી સપ્ટેમ્બરથી આગામી તા.14ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
રોંગ સાઈડ ડ્રાઈવ પણ કરવામાં આવી
રાજ્યભરમાં ‘રોંગ સાઈડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો સામે તા. 01-08-2026 થી તા. 31-08-2026 દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગના 36,159 કેસો નોંધી કુલ રૂ. 3,64,52,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે અને ઓવર સ્પીડિંગના 28,0983 કેસો નોંધી કુલ રૂ.1,69,26,900 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ ઓગસ્ટ માસમાં કુલ 74,242 કેસો નોંધીને રૂ. 5,33,78,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગના 10,408 કેસ તથા સ્ટેટ હાઇવે તેમજ અન્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના 20,813 કેસ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટ્રાફિક અવરોધતા વાહનો સામે 5078 કેસ કરી 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના થતા સંભવિત દુરુપયોગને સંપૂર્ણપણે રોકવાનો હેતું
રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળે છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં તા. 01-09-2026 થી તા.14-10-2026 સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આ ડ્રાઇવના મુખ્ય ઉદ્દેશ નંબર પ્લેટ વગરના, અસ્પષ્ટ કે નિયમવિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉપરાંત વાહનોની ઓળખ સુદૃઢ બનાવી ચોરી થયેલાં વાહનો શોધી કાઢવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના થતા સંભવિત દુરુપયોગને સંપૂર્ણપણે રોકવાનો છે.
14 ઓક્ટોબર સુધી કડક ડ્રાઇવ ચાલશે
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ માત્ર પોલીસતંત્રની જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયારી સામાજિક જવાબદારી છે. પોતાના વાહનમાં આરટીઓના નિયમો અનુસારની માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબર પ્લેટ લગાવેલી છે તેની તાત્કાલિક ખાતરી કરવી તેમજ નંબર પ્લેટ સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરવા. હંમેશા નિયત સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું અને પોતાની નિર્ધારિત લેનમાં જ રહેવું.
ક્યારેય પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું, કારણ કે તે અન્ય નાગરિકોના જીવન માટે અત્યંત જોખમી સાબિત થાય છે. નેશનલ કે સ્ટેટ હાઇવે તથા મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરવી. ટ્રાફિક નિયમોનું પાલન કરી અકસ્માતમુક્ત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ છે.
આ પણ વાંચો : Amreli ના જાફરાબાદના વઢેરા ગામે વાડીની જાળીમાં ફસાતા 3 માસના સિંહબાળનું મોત

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



