Get News Alerts

Never miss breaking news updates.

Jitu Vaganiના જન્મદિવસે જનસેવાનો અનોખો સંકલ્પ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

Jitu Vagani Birthday Medical Camp: ગુજરાત સરકારના મંત્રી અને ભાવનગરના આગેવાન જીતુભાઈ વાઘાણીના જન્મદિવસની ઉજવણી જનસેવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડીને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 03:40 PM IST
Jitu Vaganiના જન્મદિવસે જનસેવાનો અનોખો સંકલ્પ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભJitu Vaganiના જન્મદિવસે જનસેવાનો અનોખો સંકલ્પ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

Jitu Vagani Birthday Medical Camp

Jitu Vagani Birthday Medical Camp: ગુજરાત સરકારના મંત્રી અને ભાવનગરના આગેવાન જીતુભાઈ વાઘાણીના જન્મદિવસની ઉજવણી જનસેવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડીને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, બાળરોગ, આંખ અને હાડકાં સહિતના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત હોમિયોપેથિક અને આયુર્વેદિક સારવાર તેમજ જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વડીલોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘સેવા સેતુ’ મહાકેમ્પ અંતર્ગત આધાર કાર્ડ, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, વય-વંદના, વિધવા સહાય અને SBI બેંક સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ પણ નાગરિકોને આપવામાં આવ્યો હતો.

જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય આયોજનનો મુખ્ય હેતુ ખુશીના પ્રસંગને જનસેવામાં પરિવર્તિત કરવાનો રહ્યો હતો. આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસને સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે જણાવાયું હતું કે, “જન્મદિવસની સાચી ખુશી ત્યારે છે, જ્યારે કોઈ જરૂરિયાતમંદના જીવનમાં આરોગ્ય, સુખ અને સહાય પહોંચાડી શકાય. સેવા કાર્ય દરમિયાન લોકોના ચહેરા પરનું સંતોષનું સ્મિત, સ્નેહ અને મળેલા આશીર્વાદ જ જન્મદિવસની સૌથી અમૂલ્ય ભેટ છે.”

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]