Bhavnagar માં જન્માષ્ટમી મેળો 2026નો રંગેચંગે પ્રારંભ, સ્ટોલ અને રાઈડ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર



Bhavnagar Janmashtami Fair
Bhavnagar માં જન્માષ્ટમી મેળો 2026નો રંગેચંગે પ્રારંભ, સ્ટોલ અને રાઈડ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર



Bhavnagar Janmashtami Fair
Bhavnagar : મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી મેળાના પ્રારંભ સાથે જ મેળાના સ્થળે વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
રમકડાં, ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓ તેમજ મનોરંજનના સાધનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળકો અને પરિવારોને ધ્યાનમાં રાખીને વિવિધ મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળો શરૂ થતાં જ વેપારીઓએ પણ પોતાના સ્ટોલ અને દુકાનો સજાવી દીધી છે
ખાણીપીણીથી લઈને રમકડાં અને મનોરંજનના સાધનોના સ્ટોલ પર આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી વેપારીઓને આશા છે. જોકે, મેળાના પ્રથમ દિવસે અપેક્ષા કરતાં પાંખી હાજરી જોવા મળી હતી. મેળાના સ્થળે અનેક જગ્યાએ ખાલી ખુરશીઓ જોવા મળી હતી અને શરૂઆતના દિવસે લોકોની ભીડ ખાસ જોવા મળી નહોતી.
જેના કારણે મેળામાં સ્ટોલ લગાવનારા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી હતી. પ્રથમ દિવસે મેળામાં ઓછી સંખ્યામાં લોકો પહોંચતા હવે વેપારીઓની નજર જન્માષ્ટમીના મુખ્ય દિવસો પર છે. જન્માષ્ટમી પર્વ નજીક આવતાં મેળામાં લોકોની સંખ્યામાં વધારો થાય અને વેપારને વેગ મળે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
જન્માષ્ટમીના રંગમાં રંગાયું ભાવનગર
ભાવનગરનો જન્માષ્ટમી મેળો શહેરની પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમીના પર્વ દરમિયાન લોકો પરિવાર સાથે મેળાની મુલાકાત લેતા હોય છે. બાળકો માટે રમકડાં અને મનોરંજનની રાઈડ્સ જ્યારે મોટા લોકો માટે ખાણીપીણીના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. હવે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો માહોલ વધુ જામશે ત્યારે મેળામાં પણ રોનક વધે તેવી શક્યતા છે.
પ્રથમ દિવસે ભીડ ઓછી રહી હોવા છતાં આયોજકો અને વેપારીઓને આશા છે કે મુખ્ય દિવસોમાં ભાવનગરવાસીઓ મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લેશે. આ સાથે ભાવનગરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો માહોલ વધુ રંગીન બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં મેળામાં વધતી ભીડ સાથે તેની રોનક પણ વધે તેવી અપેક્ષા છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



