Get News Alerts

Never miss breaking news updates.

શ્રમિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય, 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત

Shram Setu Portal Registration: રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત શ્રમ આયુક્તની કચેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 10 કે તેથી વધુ...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 05:01 PM IST
શ્રમિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય, 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાતશ્રમિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય, 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત

Shram Setu Portal Registration

Shram Setu Portal Registration: રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત શ્રમ આયુક્તની કચેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી તમામ પાત્ર ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત રહેશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ધ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020’ (OSH&WC Code) તેમજ ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે.

કઈ સંસ્થાઓ માટે નોંધણી ફરજિયાત?

આ જોગવાઈ હેઠળ 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતા કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે સંસ્થાઓએ ગુજરાત સરકારના શ્રમ સેતુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નવી સંસ્થાઓ માટે 60 દિવસની સમયમર્યાદા

નવી શરૂ થતી પાત્ર સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસની અંદર ‘ફોર્મ-1’ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ અગાઉથી નોંધાયેલી અને હાલ ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના 180 દિવસની અંદર ‘ફોર્મ-1’ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર અપડેટ કરાવવાનું રહેશે.

નોંધણી પ્રમાણપત્ર દર્શાવવું પણ ફરજિયાત

તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું ફરજિયાત રહેશે. શ્રમ આયુક્તની કચેરી દ્વારા સંબંધિત ક્ષેત્રની તમામ પાત્ર સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની પરિસ્થિતિને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે, તેમજ સંસ્થાઓમાં શ્રમ કાયદાના પાલનને વધુ અસરકારક બનાવવાનો હેતુ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]